શ્રી રૂપાલાએ કાવ્યાત્મક શ્રધ્ધાંજલી પાઠવી

અમરેલી,
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થતા દેશભરમાં ઘેરા શોક સાથે શ્રધ્ધાસુમન અર્પણ થઇ રહયા છે તે અંતર્ગત સદગત હીરાબાના બેસણા નિમિતે અમરેલીના પનોતાપુત્ર અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ ટિવટર ઉપર કવિતા મોકલી શોક વ્યકત કર્યો હતો હીરાબાના વાત્સલ્ય અને લાગણીઓ સહિત માતાની કાયમી મીશાલ મા ભારતીના દાયીત્વ માટે અનુકરણીય બની રહેશે તેમ જણાવી શ્રી રૂપાલાએ કવિતા રજુ કરી હતી અને જણાવ્યું હતુ કે હમ જી ના શકે ઉસ પહેલુ કો જીના થી મુજે જી ભર કે, યહ દિન તો આના થા એક દિન ફીર કયો મન અકલાતા હેૈ.કુછ ઓૈર બરસ મીલ જાના બસ યહ ખ્વાબ, દુનિયાદારી કી બ્રહમ સે પરે, જીવન મે તય કરના હોગા યહ રાહ દિખાઇ થી તુમને, જબ યાદ તુમ્હારી આયેંગી, સંકલ્પ દોહરાયેગે.પુરજોશ કદમ બઢાઉંગા કહીને શ્રી રૂપાલાએ પોતાની કવિતા સાથે શોકાંજલી પાઠવી હતી.