શ્રી રૂપાલાની ઉપસ્થિતિમાં 18 ગામોમાં જળ સંરક્ષણ અભિયાન

અમરેલી,

વડોદરા સહિત દેશ વિદેશમાં શાખા ધરાવતા અને ક્રાંતિકારી સામાજીક કાર્ય કરનાર વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વૈષ્ણવાચાર્ય પુ.પા.ગૌ.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા દેશમાં ઉજવાઇ રહેલા અમૃત મહોત્સવ દરમિયાન દેશમાં કુલ 75 જગ્યાએ જળ સંરક્ષણ માટે સંકલ્પ કરાયો હોય અમરેલી જિલ્લામાં ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં 18 ગામોમાં જળ સંરક્ષણ અભિયાન હાથ ધરાશે.અમરેલીના ઇશ્ર્વરિયા, દેવરાજીયા, વરૂડી, પ્રતાપપરા, નાના આંકડીયા, વડેરા, સલડી, કેરીયા, મતીરાળા, વરસડા સહિત 18 ગામોની પસંદગી કરવામાં આવી છે અને પરમ દિવસે તા. 4ના રવીવારથી અમરેલીના ઇશ્ર્વરિયાથી અભિયાનનો પ્રારંભ કરાશે. અમરેલી જિલ્લામાંથી વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશનનાં વૈષ્ણવ આચાર્ય શ્રી વ્રજકુમારરાજજી સાથે સંકલન રાખી શ્રી વજુભાઇ ગોલ દ્વારા જળ સંરક્ષણ માટે કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે.