પોરબંદર,
ભાજપના તેજાબી વકતા અને ભારત સરકારના કેબનેટ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાને રવીવારે જીંદગીમાં પહેલી વખત જ સુખદ અનુભવ થયો હતો અને તે પણ સવારે સુર્યોદય સમયે જયારે કોસ્ટ ગાર્ડનું હોવરક્રાફટ જયારે પોરબંદરના દરિયામાં આવ્યું ત્યારે અચાનક જ દરિયામાં ઢોલ-નગારા વાગતા પ્રથમ તબકકે તો કોસ્ટ ગાર્ડ સહતિ સૌ ચોંકી ઉઠયા હતા ને નજર કરતા જ દરિયામાં સાગર ખેડુતો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કેબીનેટ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાનું હોડીઓમાં લાવેલા ઢોલ-નગારાથી સ્વાગત કરાઇ રહયું હોવાનું દેખાયું હતુ.
શ્રી રૂપાલાએ આ અનુભવ જીંદગીમાં પહેલી વખત થયો હોવાનુ જણાવી પત્રકારોને જણાવેલ કે, આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી આ યાત્રા થકી રાજ્યના માછીમાર ભાઈઓ- બહેનોને રૂબરૂ મળવાનું અને તેમની સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો છે. તેમણે જિલ્લાના સાગર ખેડૂતો, કાર્યકર્તાઓએ દરિયામાં ઢોલ નગારા વગાડીને સ્વાગત કર્યું એ મારા માટે વિશેષ અનુભવ છે એમ કહીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. માંડવીથી શરૂ થયેલ યાત્રામાં અનેક રજુઆતો અને સુચનો થયા છે અને આજે કિનારા ઉપર દેખાઇ રહેલ દ્રશ્ય જનજાગૃતિ જ છે તેમ જણાવ્યું હતુ.સાગર પરિક્રમા કાર્યક્રમ હેઠળ પોરબંદર આવેલા કેન્દ્રીય મત્સ્ય,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાનુ પોરબંદર કોસ્ટ ગાર્ડ જેટી ખાતે બોટો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ સાથે ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા પણ મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.