શ્રી રૂપાલા રવિવારે અમરેલી જિલ્લાનાં પ્રવાસે

અમરેલી,

કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી વિભાગનાં મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા રવિવારે અમરેલી જિલ્લાનાં પ્રવાસે આવશે. તા.6 રવિવારે સવારે 7 કલાકે રાજકોટથી અમરેલી થઇને ઇશ્ર્વરીયા બાદ 10 વાગ્યે રાજસ્થળી થઇને 11:15 કલાકે અમરેલી આવશે. મિલેટ્સ બાજરી અંગે ખેડુતો સાથે મુલાકાતનાં કાર્યક્રમમાં 11:30 કલાકે કેરીયા રોડ કૃષિ વિકાસ કેન્દ્રમાં હાજરી બાદ ઇશ્ર્વરીયા જશે. ત્યાંથી રાજકોટ બાય એર રાજકોટથી નવી દિલ્હી જવા રવાના થશે તેમ જણાવાયું છે.