શ્રી લાભશંકરભાઇ જોષીની અંતિમયાત્રામાં આગેવાનો જોડાયા

અમરેલી,
અમરેલી જિલ્લા બેંકના નિવૃત અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી તુષાર જોષીના પિતાશ્રી શ્રી લાભશંકરભાઇ જોષીની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અમરેલી શહેરનાં દરેક લોકોના સુખ દુ:ખમાં ઉભા રહેતા શ્રી તુષાર જોષી ઉપર થયેલા વજ્રઘાતથી અમરેલી તેમને સાંત્વના પાઠવવા ઉમટયું હતુ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન શ્રી તુષાર જોષી પરિવારે માવતરનું મોં જોવાની અને ગંગાજળ પીવડાવવાની પરંપરા જાળવી હતી કારણકે તા.19 ના રાત્રે સ્વ.લાભશંકરભાઇનું નિધન થયુ હતુ શ્રી તુષાર જોષીના નાનાભાઇ પંકજ જોષી પરિવાર સાથે ચીન રહે છે અને ચીનના શાંઘાઇથી તેમના પુત્ર શ્રી પંકજ જોષી તા.21 નાં અમરેલી આવ્યા બાદ શ્રી લાભશંકરભાઇની અંત્યેષ્ઠી કરવામાં આવી હતી તેમની અંતિમ યાત્રામાં બ્રહ્મ સમાજ, રાજકીય આગેવાનો, વ્યાપારી આગેવાનો, દરેક સમાજના લોકો અને શૈક્ષણિક તથા બેંકીંગ ક્ષેત્રનાં લોકો તથા શ્રી તુષાર જોષીના સ્નેહીઓ, મિત્રોએ અંતિમયાત્રામાં જોડાઇ અને સ્વ.લાભશંકરભાઇને શ્રધ્ધાંજલી પાઠવી હતી.