શ્રી વસંતભાઇ ગજેરાના માતુશ્રી શાંતાબા ગજેરાનું નિધન : ઘેરો શોક

  • સ્વ. હરીભાઇ જીવરાજભાઇ ગજેરા પરિવારના વટવૃક્ષને સેવા, ભકિત, વ્હાલપની અમીવર્ષાથી સિંચન કરનારા શ્રી શાંતાબા ગજેરાની ચિર વિદાય
  • અમરેલી ખાતે સવારે હદયરોગનો હુમલો જીવલેણ સાબીત થયો : શ્રી વસંતભાઇ ગજેરા અમરેલી દોડી આવ્યા : સાદગીથી અંતિમવિધિ : શુક્રવારે ટેલિફોનિક બેસણું : શ્રી શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ હજારો કોવિડના દર્દીઓ માટે જીવનદાતા બની છે

અમરેલી,
શ્રી શાંતાબા ગજેરા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરાના માતુશ્રી અને અમરેલીના ગૌરવ એવા સ્વ. હરીભાઇ જીવરાજભાઇ ગજેરા પરિવારના વટવૃક્ષને સેવા, ભકિત, વ્હાલપની અમીવર્ષાથી સિંચન કરનારા પરિવારના બા શ્રી શાંતાબા ગજેરાનું નિધન થતા અમરેલી તથા સુરતમાં અને ગજેરા પરિવાર સાથે સંકળાયેલા હજારો પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
અમરેલી ખાતે ગુરૂવારે સવારે શ્રી શાંતાબા ગજેરાને હદયરોગનો હુમલો આવ્યો હતો તે જીવલેણ સાબીત થયો હતો શ્રી શાંતાબાના સમાચાર મળતા સુરતથી શ્રી વસંતભાઇ ગજેરા અમરેલી દોડી આવ્યા હતા અને શ્રી શાંતાબાની સાદગીથી અંતિમવિધિ કરવામાં આવી હતી આજે તેમનું શુક્રવારે ટેલિફોનિક બેસણું બપોરે 3 થી 6 રખાયેલ છે.
સુરતના પુર્વ ધારાસભ્ય શ્રી ધીરૂભાઇ, શ્રી ચુનીભાઇ, શ્રી વસંતભાઇ, શ્રી અશોકભાઇ, શ્રી ગીરધરભાઇ અને શ્રી બકુલભાઇના માતુશ્રી શાંતાબા ગજેરા અમરેલી ખાતે જ રહેતા હતા અને તેમના નામે શરૂ કરાયેલી અમરેલીની મેડીકલ કોલેજમાં આજે અનેક ડોકટરો તૈયાર થઇ રહયા છે અને શ્રી શાંતાબા જનરલ હોસ્પિટલ પણ હજારો કોવિડના દર્દીઓ માટે જીવનદાતા બની છે.
શ્રી શાંતાબાના નિધનના સમાચારથી ગજેરા ટ્રસ્ટ લક્ષ્મી ગ્રુપ ઓફ કંપનીઝ અને ગજેરા શાળા પરિવાર સહિતના વિશાળા સામ્રાજ્યમાં પરિવારના બા ની વિદાયથી ઘેરો શોક છવાયો છે.