શ્રી વસંતભાઇ ગજેરા, ડો. વિજય વાળા અને શાંતાબા ગજેરા હોસ્પિટલના સ્ટાફનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું

અમરેલી,અમરેલી રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડો. ભરતભાઇ કાનાબાર સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલના પ્રેસિડેન્ટ અને વતનના રતન શ્રી વસંતભાઇ ગજેરા તથા કોરોનાના પહેલા કેસથી જ કોરોના સામે અડીખમ ઉભેલા કાઠી ક્ષત્રીય સમાજના ગૌરવ સમા ડો. વિજયભાઇ વાળા અને નર્સિગ સ્ટાફનું ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતુ.
શ્રી વસંતભાઇ ગજેરાએ આ માજીને બચાવવા માટે સુરતથી સતત સંપર્કમાં રહી મોંઘામાં મોંઘી સારવાર કરાવી હતી અને નાની ઉમરના ડો. વિજયભાઇ વાળાએ પોતાની કુનેહથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા માજીને બચાવવા રાત ઉજાગરા કરી ઉગાર્યા હતા આ સમયે શાંતાબા ગજેરા હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, વિદ્યાસભાના કેમ્પસ ડાયરેકટરશ્રી હસમુખ પટેલ, ડો. ભરતભાઇ કાનાબાર, જિલ્લા ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ શ્રી મનુબાપા દેસાઇ, ખોડલધામના ટ્રસ્ટી શ્રી વસંતભાઇ મોવલીયા, શીતલ ગૃપના મોભી શ્રી દકુભાઇ ભુવા, અમરેલીના કસાયેલા કેળવણીકાર શ્રી એમ.કે. સાવલીયા, સન્માન સમારોહના આયોજક સદભાવના ગૃપના શ્રી અજીજભાઇ ગોરી, સીવીલ સર્જન ડો. હરેશ વાળા, સુપ્રિટેન્ડેન્ટ શોભનાબેન મહેતા, આર.એમ.ઓ. ડો. સતાણી, ડો. ધ્રુતીબા વાળા, ડો. વિજય વાળા, નર્સિગ સ્ટાફના હેડ શ્રી કમાબા, શ્રી અરવિંદભાઇ સીતાપરા, કે.કે. વાળા તથા અમરેલીના તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા તથા શ્રી વસંતભાઇ ગજેરાએ ડો. વિજય વાળા, સદભાવના ગૃપના અજીજભાઇ ગોરી, શ્રી જયેશ લીંબાણી, દિનેશભાઇ કાપડીયા, શ્રી પીન્ટુભાઇ ધાનાણી, જયદેવભાઇ કુબાવત અને કોરોના વોર્ડના સફાઇ કર્મચારીઓનું સન્માન કર્યુ હતુ.આ ઉપરાંત કોરોનાની મહામારી સમયે યોગદાન આપનાર મિડીયાનું પ્રતિકાત્મક સન્માન ડો. ભરતભાઇ કાનાબાર, શ્રી પીન્ટુભાઇ ધાનાણી, શ્રી એમ.કે.સાવલીયા અને શ્રી હસમુખ પટેલે કર્યુ હતુ જ્યારે ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ હતુ કે તંત્ર વાહકોના અવિરત પરિશ્રમને કારણે અમરેલી જિલ્લો 50 દિવસ સુધી કોરોના મુક્ત રહયો અને છેલ્લા 14 દિવસમાં અમરેલીમાં 8 કેસ આવ્યા પણ શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના ડોકટરોએ દિવસ રાત મહેનત કરી કોરોનાના પ્રથમ બે દર્દીઓને સંપુર્ણ સાજા કરી દઇને આપણને નવી હિમ્મત આપી છે.