શ્રી વસંત ગજેરા, ડો. હિમ પરીખ, ડો. વિજય વાળા કોરોનાનાં કપરા સમયે અમરેલીમાં અડીખમ વતનના વિરલા

  • ખરાખરીના ખેલમાં વતનનું ૠણ ચુકવી રહયા છે આ ત્રણ વિરલાઓ
  • અમરેલી જિલ્લામાં એક માત્ર પરમોલોજીસ્ટ ડો. હિમ પરીખ અમરેલીના જ છે ડો. વિજય વાળાનું વતન પણ અમરેલી : વતનના વિરલાઓને અમરેલી લાવ્યા છે વતનના રતન શ્રી વસંત ગજેરા

અમરેલી,
એક સમયે જ્યાં કોરોનાનો પડછાયો પણ ન હતો તેવા અમરેલી જિલ્લામાં કોરોનાના પગરણ થયા ત્યારે અમરેલીની શું હાલત થશે તેની સૌને ચિંતા હતા પરંતુ આ ખરાખરીના ખેલમાં આરોગ્ય ક્ષેત્રમાં અમરેલીને વતનના ત્રણ વિરલાઓ અવિસ્મરણીય રીતે કામ લાગ્યા છે અને એ છે શ્રી વસંત ગજેરા, ડો. હિમ પરીખ અને ડો. વિજય વાળા.
જ્યારે સરકારમાંથી ભરૂચની હોસ્પિટલને અમરેલીના વતની અને ડાયમંડ કિંગ શ્રી વસંત ગજેરાને સોંપવા માટેની વાતચીત થઇ રહી હતી ત્યારે જ્યાં પોતાના માતુશ્રીએ અંતિમ શ્ર્વાસ લીધા હતા તેવી અમરેલીની સિવીલ હોસ્પિટલની પસંદગી કરી અને જ્યાં પોતાના માતુશ્રીએ અંતિમ શ્ર્વાસ લીધા હતા તેના જ શાંતાબા ગજેરા હોસ્પિટલ નામ આપી કોરોનાના સમયે આ હોસ્પિટલ ગુજરાતમાં નમુનેદાર બની રહે તે માટે પ્રયાસો કર્યા છે અને તે સફળ પણ થયા છે.શ્રી વસંત ગજેરાએ અમરેલીના જ વતની કપોળ સમાજના શ્રેષ્ઠી અને અમદાવાદ કોરોનાના સમયે અવિરત સેવા આપનાર ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. હિમ પરીખને અમરેલી લાવ્યા હતા આખા અમરેલી જિલ્લામાં માત્ર શાંતાબા ગજેરા હોસ્પિટલમાં આ રોગના નિષ્ણાંત છે ડો. હિમ પરીખ પણ વતનમાં પોતાની સેવાની જરૂરીયાત હોવાનું જાણી અને અહીં સેવામાં લાગી ગયા છે જ્યારે અમરેલી જ જિલ્લાના વતની અને કાઠી ક્ષત્રીય સમાજના તેજસ્વી તબીબ શ્રી વિજય વાળાએ પણ પોતાનો પરિવાર ગાંધીનગર હોય તેમને મુકીને અમરેલીને કર્મભુમિ બનાવી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ફીજીશ્યન એમડી તરીકે સેવા આપી કોરોનામાં સંક્રમિત થવા છતા અત્યારે પણ શાંતાબા ગજેરા હોસ્પિટલમાં અને સાંજે 5 થી 8 ગજેરા હોસ્પિટલમાં સેવા આપી રહયા છે આમ આ ત્રણ વિરલાઓ વતનને યાદ રહી જાય તે રીતે કામે લાગ્યા છે.