શ્રી વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાતને આવકારતા અમરેલીનાં સાંસદ શ્રી કાછડીયા

  • નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરી યોજનાની જાહેરાત

અમરેલી,
આજ તા. 10 ઓગસ્ટ, 2020નાં રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની કરેલ જાહેરાતને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એ આવકારેલ છે. આ જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ ની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે.સાંસદ શ્રી કાછડીયાએ યોજનાને આવકારતા જણાવેલ છે કે, ખેતીમાં ખાસ કરીને ખરીફ તુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિથી ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી યોજના અમલમાં મુકેલ છે. આ યોજના નો લાભ રાજ્ય ના નાના-મોટા સીમાંત બધાજ ખેડૂતો ને આવરી લેવાયા છે. આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહી અને એસ.ડી.આર.એફ. ના લાભો યથાવત રાખી ને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ના લાભ અપાશે.જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે અને તાલુકાને યુનિટ ગણી ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે અને 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ ગણવામાં આવશે.