શ્રી શરદ પંડયાની રેલ્વે સલાહકાર બોર્ડના સભ્ય તરીકે નિમણુંક

અમરેલી,
ભાજપનાં સંનિષ્ઠ આગેવાન અને સમસ્ત બ્રહ્મ સમાજના ગૌરવ એવા શ્રી શરદ પંડયાની પશ્ર્ચિમ રેલ્વેના તા.1-1-20 થી 31-12-20 સુધી ભાવનગર મંડળમાં સલાહકાર સમિતિના સભ્ય તરીકે રાજ્ય સભાના સાંસદશ્રી પરસોતમભાઇ રૂપાલા દ્વારા નિયુક્તિ કરાતા અમરેલી જિલ્લાભરમાં ભાજપના કાર્યકરો તથા સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રી શરદ પંડયા (ભાયસુખ) ના બહોળા મિત્રવર્તુળમાં આનંદની લાગણી ફરી વળી છે.
10-12-1975માં જન્મેલા હોનહાર વિદ્યાર્થી કાળથી જ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું નેતૃત્વ કરી સાવરકુંડલા શહેર યુવા ભાજપનાં મંત્રી, મહામંત્રી, કાર્યકારી પ્રમુખ તથા જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ અને બે ટર્મ મહામંત્રી રહી ચુકેલા અને હાલમાં યુવક બોર્ડના જિલ્લાના વાલી તરીકે ફરજ બજાવતા શ્રી શરદ પંડયા તેમની શાલીનતા અને સૌમ્યતા માટે જાણીતા છે તેઓ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના કો.ઓપ્ટ. સભ્ય પણ છે અને સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના સેનેટ સભ્ય તથા સાવરકુંડલા નાગરીક બેંકના એમડી અને ચેરમેન પદે પણ સેવા આપી ચુકેલ શ્રી શરદ પંડયા ગુજરાતના રાજકીય ક્ષેત્રે વિશાળ ચાહક વર્તુળ ધરાવે છે.
રાજકીય કુનેહભર્યા અને બ્રહ્મતેજથી છલકતા ભાજપનાં કસાયેલા કાર્યકર શ્રી શરદ પંડયાની રેલ્વે સલાહકાર બોર્ડમાં નિમણુંક થતાં તેમની ઉપર જિલ્લાભરમાંથી અભિનંદનનો વરસાદ થઇ રહયો છે.