શ્રી શાંતાબા ગજેરા હોસ્ટિપલને સ્વચ્છતા મિશનમાં એ ગ્રેડ

અમરેલી,
અમરેલીમાં પાંચ એકર જમીનમાં પથરાયેલ શ્રી શાંતાબા જનરલ હોસ્ટિપલનું સુકાન શ્રી વસંતભાઇ ગજેરાએ સંભાળ્યા બાદ ઝડપભેર પ્રગતિ કરી છે આજ સુધીના ઇતિહાસમાં પહેલી જ વખત રાષ્ટ્રકક્ષાએ નોંધ લેવાય છે તે અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હેલ્થ મિશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનો રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલે છે તે મુજબ નેશનલ હેલ્થ મિશન દ્વારા સ્વચ્છતા અંગે કરાયેલા સર્વે દરમિયાન અમરેલી શાંતાબા જનરલ હોસ્ટિપલને એ ગ્રેડ સાથે 92.80 ટકા માર્કસ મળેલ છે