અમરેલી,
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનિર્ભર બનવા સેવલ સ્વપ્ન-સુચનને દેશના સહકા2ી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વ2ોજગારના નિર્માણ તરફ દોડ અને દેશના આર્થીક વિકાસમાં સહકારની અગ્રીમ ભૂમિકાથી સમગ્ર વિશ્ર્વ અચંબીત બન્યુ છે. દેશના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકા2ી પ્રવૃતિને વેગ આપી ખેતિ-ખેડૂતને શસક્ત અને સમૃધ્ધ બનાવતી અનેકવિધ યોજનાઓ દેશમા લાગુ ક2ીને નવી ચેતના પ્રસરાવી છે જેનું માધ્યમ પણ ગુજરાત બન્યુ છે.
દેશનું અર્થતંત્ર કૃષિ અને ક્સિાન આધારીત છે તેવા સમયે આ ક્ષેત્રનો બહોળો અનુભવ અને અભ્યાસ ધ2ાવે છે તેવા રાષ્ટ્રિય સહકા2ી અગ્રણી દિલીપ સંઘાણીને વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોપવાની તૈયારીઓ થઈ ચૂકી છે જેમા દિલીપ સંઘાણીને આઈ.સી.એ.ઓ.ના પ્રમખ પદભાર તરફથી ગતિવિધી તેજ બની છે, નામાંકન પત્ર રજુ થઈ ચુકેલ હોઈ, ગુજકોમાસોલ, ઈફકો, એન.સી.યુ.આઈ. બાદ એક વધુ આંતરરાષ્ટ્રિય સહકારી સંસ્થામા સંઘાણી પ્રમુખપદ તરફ જઈ રહયા છે આ પદ પર હાલ દક્ષિણ કો2ીયા છે તે સ્થાને ભારત બેસશે. નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, દક્ષિણ કો2ીયા સહિતના એશીયા-પેસિફીક દેશો મતદાતાઓ છે અને આ દેશો સાથેના મંત્રીભાવ ભારતને મજબૂત સમર્થન પુરૂ પાડશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત થયો છે જે દિલીપ સંઘાણીને સફળતા તરફ દોરી જશે જે ગુજરાતનું ગૌરવ.