શ્રી સવજીભાઇ ધોળકીયા સિમેન્ટની થેલીનું ઓસીકુ કરીને આરામ કરતા નજરે પડયા

અમરેલી,
જેને ત્યાં હજારો લોકો કામ કરે છે તેવા વાર્ષિક 20 હજાર કરોડનું ટર્નઓવર કરતી કંપની હરીકૃષ્ણ એક્સપોર્ટના માલીક શ્રી સવજીભાઇ ધોળકીયા સિમેન્ટની થેલીનું ઓસીકુ કરી આરામ કરતા નજરે પડયા હતા પદ્મશ્રી સવજીભાઇ તેમની સાદાઇ અને સરળતા માટે જાણીતા છે અને આરસીસીના ચેક ડેમ બનાવવામાં તેમણે જાતે શ્રમ કર્યો હોય થોડી વાર માટે વિશ્રામ લેતી વખતે તેઓ એક તસ્વીરમાં કેદ થઇ ગયા હતા.