શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીની ભલગામ શાખાનું લોકાર્પણ કરતા શ્રી સંઘાણી

અમરેલી,
તેર વરસ પહેલા બગસરા નગરમાં શરૂ થયેલી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરા આજે સહકારી પ્રવૃતિમાં ગુજરાતભરમાં શ્રેષ્ઠ મંડળીની શાખ ધરાવે છે. બગસરા, અમરેલી, ભેસાણ, વિસાવદર, ચુડા, કુકાવાવ, ધારી અને ભલગામમાં નવી અત્યાધુનિક શાખાનું નિર્માણ કરવામાં આવ્યું. જે બિલ્ડિંગનું નામ સહકારી આગેવાન એલ ટી રાજાણી સાહેબને સમર્પિત કરવામાં આવ્યું. આ નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ દેશના સહકારી આગેવાન અને ઈફ્કોના ચેરમેન આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબના વરદ હસ્તે કરવામાં ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની શાખા ઉદાહરણરૂપ છે. નામાકીય સવલતોની સાથે ઈન્ટરનેશનલ સેફ્ટી ધરાવતા લોકર રૂમની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે ગ્રામ્ય વિસ્તારના સભાસદો માટે આ સુવિધા આશીર્વાદરૂપી બની છે. ગ્રામ્ય વિસ્તારના સભાસદોને ધ્યાનમાં રાખીને વેપાર ધંધા માટે શુભતિલક યોજના, મહિલાઓને ઘરકામ કે અન્ય કામ માટે નારી ગૌરવ યોજના, ખેડૂતો માટે સમર્થ કિસાન યોજના જેવી વિવિધ ધિરાણ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંડળીના ચેરમેન શ્રી અનિલ વેકરિયાએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ નાણાકીય સુવિધાઓની સાથે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી શકીએ એ જ અમારી મંડળીનો ઉદેશ્ય છે. મંડળીની શાખાના શુભારંભે દેશના અને રાજ્યના સહકારી આગેવાનોની ઉપસ્થિતિ અમારા સૌ માટે પ્રેરણાદાયી રહી છે. આગામી સમયમાં અમારાથી બનતા તમામ પ્રયાસો કરીશું કે આ વિસ્તારના સભાસદોને વધુમાં વધુ સુવિધાઓ ઘરબેઠા મળી રહે.આ કાર્યક્રમમાં અમરે ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, વિસાવદરના પુર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, એનસીયુઆઈ ડિરેકટર શ્રી ભાવનાબેન ગોંડલિયા, રાજાણી પરિવારના મોભી શ્રી વિનુભાઈ અને કાળુભાઈ, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી જેન્તીભાઈ પાનસુરિયા, સરપંચ શ્રી જ્યાત્સનાબેન ગોધાણી, અમરેલી જિલ્લા ખેતી બેંક પ્રમુખ શ્રી ધીરૂભાઈ વાળા, વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરિભાઈ રીબડિયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ કપૂરિયા, વિસાવદર નગરપાલિકા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વાઘેલા, અમરેલી તા. પંચાયત ઉપપ્રમુખ શ્રી વનરાજભાઈ કોઠીવાળ, વિસાવદર માર્કેટિંગ યાર્ડ વાઈસ ચેરમેન શ્રી કમલેશભાઈ રીબડિયા, અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ડિરેકટર શ્રી પિયુષભાઈ શુક્લ, અમર ડેરી ડિરેકટર શ્રી ભાવનાબેન સતાસિયા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. નવનૂતન બિલ્ડિંગના લોકાર્પણની વિગતો આપતા અખબારી યાદીમાં મંડળીના મંત્રી શ્રી દિપકભાઈ આંબલિયા, એમ ડી શ્રી જયસુખભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિવ્યેશ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું .