શ્રી હકુભા જાડેજા અને શ્રી ધનસુખ ભંડેરીએ બાજી ફેરવી

  • ધારી બેઠકની પેટાચુંટણીમાં અનેક પ્રકારની વાતો ચાલતી હતી પણ 
  • શ્રી હકુભા જાડેજાએ ધારીમાં ધુણી ધખાવી હતી વતન જામનગરમાં અઠવાડીયે એક જ વખત જતા હતા : તમામ શક્તિ ધારીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા કેન્દ્રીત કરેલ
  • અમરેલી જિલ્લાના વતની અને ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરીએ એક પણ સ્થળે લીકેજીંગ ન રહેવા દઇ વિજયની વરમાળા તૈયાર કરેલ

અમરેલી,
ધારી બેઠકની પેટાચુંટણીમાં જાહેરનામું બહાર પડયુ ત્યારથી અનેક પ્રકારની વાતો ચાલતી હતી અને ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયા માટે તેની જીતની શક્યતાને લઇને અનેક અટકળો થતી હતી તેવા સમયે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા અને અમરેલી જિલ્લાના વતની તથા મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરીએ બાજી ફેરવી નાખી હતી.અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજાએ ધારીમાં ધુણી ધખાવી હતી અને તેમના વતન જામનગરમાં અઠવાડીયે એક જ વખત જતા હતા તેમણે તમામ શક્તિ ધારીમાં ભાજપના ઉમેદવારને જીતાડવા કેન્દ્રીત કરેલ બીજી તરફ છેલ્લા ચાર મહિનાથી અમરેલી જિલ્લાના વતની અને ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરીએ ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાને વિજેતા બનાવવા માટે સખત પ્રયાસો કર્યા હતા મુખ્યમંત્રીની સમકક્ષ નાણાકીય વ્યવહાર સંભાળતા મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન અને હિસાબના પાકા એવા શ્રી ધનસુખ ભંડેરીએ ધારી બગસરા બેઠક ઉપર નાનાથી લઇ મોટા સુધી એક પણ સ્થળે લીકેજીંગ ન રહેવા દઇ વિજયની વરમાળા તૈયાર કરેલ જે આખરે ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાના ગળમાં આરોપાય હતી અને આ બંને મુખ્ય આગેવાનોની મહેનત રંગ લાવી હતી.