શ્રેયસ અય્યર ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાકી બે વનડે મેચમાંથી બહાર થયો

ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાને કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૩ મેચોની સિરીઝની બાકી બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો છે. શ્રેયસને પ્રથમ વનડેમાં ફીલ્ડિંગ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી.
શ્રેયસના ખભામાં ઈજા છે અને આઈપીએલના પ્રથમ હાફમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમવું પણ શંકાસ્પદ છે. શ્રેયસ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરે છે. પરંતુ હજુ બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર કરવામાં આવી નથી.
અય્યરને આ ઈજા ઓપનર જોની બેયરસ્ટોના શોટ રોકવાના પ્રયાસમાં ડાઇવ દરમિયાન લાગી હતી. તેનો ડાબો ખભો ઈજાગ્રસ્ત થયો છે. ઈજા બાદ તેને મેદાન બહાર લઈ જવામાં આવ્યો અને સ્કેન કરાવવામાં આવ્યો હતો. ઈજા બાદ બીસીસીઆઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કહૃાું, અય્યરના ખભાનું હાડકું ખસી ગયું છે અને તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે.
૩ મેચોની સિરીઝની બીજી વનડે ૨૬ માર્ચે પુણેમાં રમાશે. ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને ૬૬ રને પરાજય આપ્યો હતો.