શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ હાઈકોર્ટમાં દીકરાની કસ્ટડી માટે કરી અપીલ

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ હવે હાઈકોર્ટમાં દીકરા રેયાંશની કસ્ટડી માટે અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી પ્રમાણે, શ્વેતા પર રેયાંશને તેના પિતાને ના મળવાદેવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ અંગે અભિનવની એડવોકેટ તૃપ્તિ શેટ્ટીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. તૃપ્તિએ કહૃાું હતું, ‘ડિસેમ્બર, ૨૦૨૦માં શ્વેતા વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મારા ક્લાયન્ટ અભિનવને તેના ચાર વર્ષના દીકરા રેયાંશને મળવાદેવામાં આવતો નથી. ગયા વર્ષે જ્યારે શ્ર્વેતા કોરોના પોઝિટિવ થઈ તો અભિનવે જ રેયાંશનું ધ્યાન રાખ્યું હતું.

શ્વેતા જેવી ઠીક થઈ તે પોતાના દીકરાને લઈ જતી રહી હતી. ત્યાર બાદ શ્ર્વેતાએ એકવાર પણ અભિનવ તથા રેયાંશની મુલાકાત થવા દીધી નથી. મારા ક્લાયન્ટને ખ્યાલ નથી કે તેમનો દીકરો ક્યાં છે. તેમણે અનેકવાર શ્વેતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શ્વેતાએ કોઈ વાત માની નહોતી. અભિનવે પોલીસની મદદ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં પણ તેઓ સફળ થયા નહીં. અંતે, અભિનવે પોતાના હક માટે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય લીધો. વધુમાં, તૃપ્તિએ કહૃાું હતું, ‘ડિસેમ્બર, ૨૦૨૦માં જ હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરી હતી. પાંચ જાન્યુઆરીએ અમારી મેટર લિસ્ટમાં આવી હતી. એ દિવસે શ્વેતા ત્યાં હાજર હતી. એ સમયે શ્વેતાએ પોતાના વકીલની નિયુક્તિ માટે સમય માગ્યો હતો. એ સમયે પણ મારા ક્લાયન્ટે શ્વેતાને દીકરાને મળવાદેવાની વાત કરી હતી. અમે શ્વેતાની વાત માની અને સાથે જ અપીલ કરી હતી કે તે અભિનવ તથા રેયાંશને મળવાદે. પછી ભલે તે વીડિયો-કોન્ફરિંસગથી જ કેમ ના મળે. કોર્ટે શ્વેતાને અમારી આ વાત માનવા માટે કહૃાું હતું, હાઈકોર્ટના આદેશ પ્રમાણે, રોજ સાંજે ૬-૬.૩૦ની વચ્ચે અભિનવ દીકરા રેયાંશ સાથે વાત કરી શકે છે.