શ્વેતા તિવારી વિરુદ્ધ અભિનવ કોહલીએ કર્યો માનહાનિનો કેસ

એક્ટ્રસે શ્વેતા તિવારી તેની પર્સનલ લાઇફને કારણે ઘણી ચર્ચામાં રહે છે. પહેલાં પતિથી છુટાછેડા બાદ વર્ષ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે બીજા લગ્ન ક્યા અને લગ્ન બાદ દીકરાનાં જન્મ પછી તેમનાં સંબંધોમાં આવેલી ખટાશ. થોડા મહિના પહેલાં અભિનવે આરોપ લગાવ્યો હતો કે, તેની પત્ની શ્વેતા તેને દીકરાથી અલગ કરી દીધો છે. એક વખત ફરી અભિનવે આ આરોપ લગાવ્યો છે. તેણે કહૃાું કે, દીકરા રિયાન્સને શ્વેતાએ છુપાવી દીધો છે. જોકે, તે તમામ આરોપોની વચ્ચે આશરે ૧ અઠવાડિયા બાદ તેનાં દીકરા સાથે મુલાકાત થઇ.એટલું જ નહીં અભિનવે હવે શ્વેતા વિરુદ્ધ માનહાનિનો કેસ ઠોકી દીધો છે. શ્વેતા તિવારી ગત મહિનામાં કોરોના પોઝિટિવ આવવાને કારણે તે ખુબ ચર્ચામાં હતી. કોરોનાને કારણે તેણે તેનાં દીકરા રિયાંશને તેનાં પિતા અભિનવ કોહલીને શોપ્યો હતો.

પણ હવે અભિનવનો આરોપ છે કે, ૨૫ ઓક્ટોબરથી શ્વેતા તેને લઇ ગઇ છે અને દીકરાને ગુમ કરી દીધો છે. હાલમાં જ અભિનવે વાતચિતમાં પોતાનું દુખ જણાવ્યું હતું. અભિનવે જણાવ્યું કે એક અઠવાડિયા બાદ તે દીકરા રેયાંશને મળ્યો, પણ શ્વેતાએ થોડા જ સમયમાં તેને મારાથી દૂર કરી દીધો. તેણે કહૃાું કે, જ્યારે મે મારા દીકરાને મળ્યો તો મને લાગ્યું કે, તે થોડો ડરેલો હતો. અભિનવે ઉમેર્યું કે, જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી પરિવાર અને મારા દીકરા માટે થઇને હું ઘણી સમજૂતી કરતો રહૃાો, પણ શ્વેતાએ મારા પર ઘણાં ખોટા ખોટા આરોપો લગાવ્યાં છે એટલું જ નહીં તેણે મારી ઉપર ખોટા આરોપો લગાવી મને જેલમાં પણ મોકલ્યો.

મે તે સમયે ચુપ્પી સાધી લીદી હતી હવે તે મારો દીકરો મારાથી છીનવી રહી છે તો એક પિતાનું દિલ તો બોલશે જ. અભિનવે વધુમાં કહૃાું કે, શ્વેતાને માનહાનિની લિગલ નોટિસ મોકલી દીધી છે. ૧૪ દિવસમાં જો શ્વેતા જવાબ નહીં આપે તો પછી આગળ લિગલ એક્શન પણ લઇશ. અભિનવે કહૃાું કે, મહિલાઓ વિરુદ્ધ નથી પણ આ વાત સત્ય છે કે આપણાં દેશમાં જેટલાં પણ કાયદા મહિલાઓની રક્ષા માટે બન્યા છે તેનો ઉપયોગ જરૂરતમંદ મહિલાઓ ઓછું કરે છે અને ચાલાક અને ખતરનાક મહિલાઓ વધુ કરે છે. જેથી આકાયદૃો પુરુષો માટે ઘાતક સાબિત થતો જઇ રહૃાો છે. આપને જણાવી દઇએ કે, શ્વેતા તિવારીએ તેનાં પતિ અભિનવ વિરુદ્ધ ઘરેલૂ હિંસાનાં કેસમાં ફરિયાદ દાખલ કરી છે. તો અભિનવે પણ ઘણી વખત સોશિયલ મીડિયા દ્વારા તેનાં દીકરા અને શ્વેતા તિવારી અંગે વાત કરી છે.