સંગીતના સાત સુર યુનિવર્સની અલગ અલગ ફ્રીક્વન્સી સાથે જોડાયેલા છે

તા. ૨૨.૭.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ આષાઢ વદ  નોમ, ભરણી  નક્ષત્ર, શૂલ  યોગ, વણિજ  કરણ આજે રાત્રે ૧૧.૦૪ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ).

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ)            : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો માટે અને ભાગ્ય પ્રબળ કરવા માટે અલગ અલગ ક્ષેત્રના ઉપાયો યોજવામાં આવે છે. કાર્મિક જ્યોતિષ તેમાં મોખરે છે વળી બિહેવિયર એસ્ટ્રોલોજીથી પણ સારા પરિણામ મેળવી શકાય છે આ ઉપરાંત અનેક પ્રકારના ઉપાયોથી લાભ મેળવી શકાય છે પરંતુ અધ્યાત્મ અને જ્યોતિષ અને શરીર વિજ્ઞાન પર બહોળો પ્રભાવ લાવવો હોય તો સંગીત અને રાગ ચિકિત્સા ખુબ ઉપકારક નીવડે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે વ્યક્તિ ગ્રહપીડામાં હોય કે કોઈ ખરાબ દશામાં થી પસાર થતો હોય ત્યારે રાત્રે સુતા પહેલા અને વહેલી સવારે ચોક્કસ રાગનું શ્રવણ કરે તો અર્ધજાગૃત મન અને શરીરના ચક્રો પર તેની ખુબ જ હકારાત્મક અસર જોવા મળે છે અને વ્યક્તિના ગ્રહો સુધરે છે તથા સારા પરિણામ મેળવી શકાય છે. આમ તો સંગીતના સાત સુર પણ યુનિવર્સની અલગ અલગ ફ્રીક્વન્સી સાથે જોડાયેલા છે અને તેના દ્વારા સર્જિત અદભુત રાગ અલગ ફ્રીક્વન્સી પર કામ કરે છે અને સુંદર અસર આપનાર બને છે જેમ કે શનિની અસરને શુભ બનાવવા માટે રાગ જૌનપુરી શ્રવણ કરવામાં આવે છે જયારે શુક્ર માટે રાગ ભોપાલી તો મંગળ માટે રાગ ભૈરવી નું શ્રવણ કરવામાં આવે છે અને આ એક સફળ ચિકિત્સા પદ્ધતિ છે પરંતુ તેમાં વ્યક્તિએ ખુબ શાંતિ અને સહજતાથી ઉતરવું પડે છે.