સંઘાણી દંપતી કોરોના પોઝિટિવ

ncui ના ચેરમેન અને દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી તથા શ્રીમતી ગીતાબેન સંઘાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઈ છે દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયામાં પોતે પોઝિટિવ હોવાની જાણ કરી અને તબિયત સારી હોવાનું જણાવ્યું છે
રાજ્યના સહકારી મહિલા આગેવાન શ્રીમતી ગીતાબેન સંઘાણી ની તબિયત બે દિવસથી નાદુરસ્ત હોય તેમની સાથે શ્રી દિલીપ સંઘાણીએ પણ ટેસ્ટ કરાવતા બન્નેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જોકે બંનેની તબિયત સારી છે અને તે ઝડપથી સ્વસ્થ બની કોરોના માંથી બહાર નીકળે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે