સંજયને તકલીફ વધવાના લીધે મુંબઈમાં સારવાર કરાવશે

 

  • સંજયને ચોથા સ્ટેજનું લંગ કેન્સર છે, સ્થિતિ ખૂબ ગંભીર છે અને સારવારમાં વિલંબથી ઘણું નુકસાન થઈ શકે છે

થોડા દિવસો પહેલા બૉલિવૂડ એક્ટર સંજય દત્તની તબિયત અચાનક બગડી ગઈ હતી. સંજય શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જ્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો જ્યાં ટેસ્ટ કરતા જાણવા મળ્યું કે, તેને ફેફસાંનું કેન્સર છે. ત્યારબાદથી કહેવામાં આવી રહૃાું હતું કે, સંજય ટૂંક સમયમાં સારવાર કરાવવા વિદૃેશ જઈ શકે છે પણ હવે રિપોર્ટ સામે આવી રહૃાા છે કે, તે મુંબઈમાં જ પોતાની સારવાર કરાવશે. કહેવામાં આવી રહૃાું છે કે, સંજય દત્તને ચોથા સ્ટેજનું લંગ કેન્સર છે.
તેની સ્થિતિ ખૂબ ગંભીર છે અને સારવારમાં વિલંબથી ઘણું નુકસાન થઈ શકે છે. સંજય સતત હોસ્પિટલ જઈ રહૃાો છે અને કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહૃાું છે કે, તેના ફેફસામાંથી ૧.૫ લીટર લૂઈડ કાઢવામાં આવ્યું છે. સંજયની આવી સ્થિતિને જોતા તેની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં શરૂ થઈ શકે છે. આના પહેલા માન્યતા દત્તે પણ સંજય વિશે હેલ્થ અપડેટ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ’અમને જે પણ લોકો પૂછી રહૃાા છે તેમને હું જણાવવા માગીશ કે, સંજય મુંબઈમાં પોતાની પ્રાથમિક સારવાર પૂરી કરશે. અમે આગળનું પ્લાિંનગ કોવિડની સ્થિતિમાં સુધારો થયા બાદ તૈયાર કરીશું. અત્યારે સંજૂ કોકિલાબેન હોસ્પિટલમાં અમારા સૌથી સન્માનિત ડૉક્ટર્સની દૃેખરેખ હેઠળ છે. હું બધાને હાથ જોડીને આગ્રહ કરું છું કે, તેની બીમારીના સ્ટેજ અંગે અનુમાન ન લગાવે અને ડૉક્ટર્સને પોતાનું કામ કરવા દૃે. અમે તેમની પ્રોગ્રેસ પર તમને બધાને નિયમિત રીતે અપડેટ કરતા રહીશું.