સંજુ સેમસનનો કેચ જોઇને સચિન બોલી ઉઠ્યો, ૧૯૯૨ના વર્લ્ડ કપની યાદ આવી ગઈ

આઈપીએલમાં બુધવારે રમાયેલી કોલકાતા અને રાજસ્થાન વચ્ચેની મેચમાં રાજસ્થાનના સંજુ સેમસને બેટિંગમાં તો ખાસ કમાલ કરી ન હતી, પરંતુ ફિલ્ડિંગમાં તેણે સૌના દિલ જીતી લીધા હતા. તેણે કોલકાતાના પેટ કમિન્સનો જે કેચ ઝડપ્યો હતો તે અદભૂત હતો અને ફેન્સ ઉપરાંત મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પણ આ કેચની પ્રશંસા કરી હતી.
ટોમ કરનના બોલે પેટ કમિન્સે એક ઉંચો શોટ રમ્યો હતો. બોલ એકદમ ઉપર ગયો હતો જેને ઝીલી લેવા માટે સેમસને પહેલા તો બેલેન્સ કરવું પડ્યું હતું અને ત્યાર બાદ તેણે કેચ પકડ્યો ત્યારે ઉંધા માથે પડ્યો હતો. આમ કરવામાં તેના માથે ઇજા પણ થઈ હતી. સેમસનના આ કેચથી મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પ્રભાવિત થઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે આ કેચ જોઇને મને ૧૯૯૨ના વર્લ્ડ કપની યાદ આવી ગઈ હતી. એ વર્લ્ડ કપમાં સચિને વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં આવો જ કેચ ઝડપ્યો હતો.
સચિને આ અંગે સેમસનને ટ્વિટ કરીને કહૃાું હતું કે મને ખબર છે કે મેદાન પર તમારું માથું ટકરાય ત્યારે કેવું દર્દ થાય છે. ૧૯૯૨ના વર્લ્ડ કપમાં મેં વેસ્ટ ઇન્ડિઝ સામે આવો કેચ પકડ્યો હતો અને મને આવી જ લાગણી થઈ હતી.