સંડોવાયેલી દેવીપુજક ગેંગને પકડતી રાજુલાની પોલીસસંડોવાયેલી દેવીપુજક ગેંગને પકડતી રાજુલાની પોલીસ

અમરેલી,
રાજુલા પોલીસે રેન્જ આઇજી શ્રી ગૌતમ પરમારનાં આદેશ અને એસપીશ્રી હિમકરસિંહનાં માર્ગદર્શનમાં તથા ડીવાયએસપીશ્રી હરેશ વોરાનાં માર્ગદર્શનમાં રાજુલા પીઆઇશ્રી જે.એન.પરમાર તથા સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલાનાં હિંડોરણા રોડે કરાઇ રહેલ ચેકીંગ દરમિયાન એક બાઇકમાં ત્રણ શંકાસ્પદ લોકો નિકળતા તેની ઇ પોકેટ કોપ દ્વારા ચકાસણી કરાતા મોટરસાયકલ ચોરીથી મેળવેલું હોવાનું જણાતા તે બાઇક સાથે વિપુલભાઇ વલ્લભભાઇ કાવઠીયા ઉ.વ.25 ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ દાત્રાણા ગોધમાપરુ તા.મેંદરડા જી.જુનાગઢ મુળ રહે.ગળકોટડી ગામ તા.બાબરા જી.અમરેલી, ચીરાગભાઇ કીશોરભાઇ પરમાર ઉ.વ.20 ધંધો ભંગારની ફેરી રહે.હાલ મોરબી પંચાસર ચોકડી તા.જી.મોરબી મુળ રહે.ખોખડદર તા.જી.રાજકોટ,બટુકભાઇ વેલજીભાઇ સોલંકી ઉ.વ.35 રહે.હાલ ચોટીલા મંદીરની બાજુમા જી.સુરેન્દ્રનગર મુળ રહે.ધુડીયા આગરીયા તા.રાજુલા જિ.અમરેલી , મુકેશભાઇ તળશીભાઇ કાવઠીયા રહે.બાબરા જી.આઇ.ડી.સી પાસે જિ.અમરેલી ની અંગજડતી કરતાં સોના ચાંદીના દાગીનાઓ મળી આવેલ જે બાબતે પુછપુરછ કરતાં આ દાગીનાઓ તેઓએ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની તથા પોતાની સાથે ચોરીમાં મુકેશભાઇ તળશીભાઇ કાવઠીયા રહે.બાબરા વાળો હોવાની કબુલાત આપેલઆ આરોપીઓએ અમરેલી જિલ્લાની ચાર અને બીજી દસ મળી 14 ચોરીઓ કરી હોવાનું ખુલવા પામતા તેમની પાસેથી ત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગે લાઠી, દામનગરમાં બે, બાબરાનાં ભીલડીમાંથી ચોરી કરી હોવાનું અને સાથે સાથે કચ્છ સહિત અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કર્યાની કબુલાત આપી