- ૪૭ વર્ષ પહેલા બંધારણના મૂળભૂત અધિકાર માટે લડી હતી ઐતિહાસિક લડાઈ
સંત કેશવાનંદ ભારતીનું નિધન થઈ ગયું છે. તેઓ ૭૯ વર્ષના હતા. ભારતી કેરળના કાસરગોંડમાં એડનરી મઠના પ્રમુખ હતા .દૃેશ તેમને બંધારણને બચાવનારા નાગરિક તરીકે યાદ રાખશે. મૂળે આજથી ૪૭ વર્ષ પહેલા એટલે કે ૧૯૭૩માં તેઓએ કેરળ સરકારની વિરુદ્ધ મઠની સંપત્તિને લઈને સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક લડાઈ લડી હતી. તે સમયે ૧૩ જજોની બેન્ચે સંત કેશવાનંદના પક્ષમાં બંધારણના મૌલિક અધિકારોને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. મૂળે કેરળ સરકારે તે સમયે તેમના મઠની સંપત્તિ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા.
સંત કેશવાનંદ ભારતીને શ્ર્વાસ લેવામાં તકલીફ અને હાર્ટમાં મુશ્કેલીને કારણે તેમને મેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ ૧૯૬૧થી મઠના પ્રમુખ હતા. સંત હોવાની સાથોસાથ એક ક્લાસિકલ સિંગર પણ હતા. ૧૫ વર્ષ સુધી તેએઓ યક્ષગાના મેળામાં ગાયક અને ડાયરેક્ટર તરીકે ભાગ લીધો. તેઓએ મઠમાં અનેક સાહિત્યિક કાર્યક્રમ પણ આયોજિત કર્યા. કર્ણાટક લોક સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ અને સ્વામીજીના ભક્ત શ્યામ ભટે જણાવ્યું કે, સંત કેશવાનંદ ભારતીએ યક્ષગાનને અલગ ઓળખ અપાવી હતી, તેની સાથોસાથ તેઓને એ પ્રમુખતા મળી જેના તેઓ હકદાર હતા.