સંદિપ ઘીનૈયાના આપઘાતમાં બે આરોપીની આગોતરા જામીન અરજી રદ

અમરેલી,
અમરેલીના મેડીકલ સ્ટોરના સંચાલક સંદિપ ઘીનૈયાના આપઘાત પ્રકરણમાં બે આરોપીઓએ કરેલી આગોતરા જામીનની અરજી કોર્ટે રદ કરી હતી.
વ્યાજના ચક્કરમાં ફસાઇ વ્યાજખોરોના પઠાણી તકાદાને કારણે આપઘાત કરવા માટે મજબુર થનારા અમરેલીના મેડીકલ સ્ટોર સંચાલક સંદિપ નાથાભાઇ ઘીનૈયાએ ધારીના ખોડીયાર ડેમમાં આત્મહત્યા કરી લીધા પછી તેની આત્મહત્યા માટે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી જેના બે આરોપી દિલુભાઇ આપાભાઇ વાળા અને રણજીત ઉર્ફે લાલભાઇ દીલુભાઇ વાળા રે. નાના માંડવડાએ ધારીની એડીશ્નલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટમાં પોલીસ દ્વારા આરોપીઓને આગોતરા જામીન ન મળે તે માટે સોગંદનામું રજુ કરાતા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાની ધારદાર દલીલોને અંતે કોર્ટે બંને આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરી હતી.