સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાને જન્મત આપ્યો

જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાંને જન્મ આપતા ખુશીનો માહોલ ફેલાયો છે અને પાંચ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળી રહૃાું છે. વન્ય પ્રાણીઓમાં વરુની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે અને શિડયુલ વનમાં આવતી આ પ્રજાતિને બચાવવા માટે સંવર્ધન કરવામાં આવી રહૃાું છે. વર્ષ ૨૦૧૫ જુનાગઢ પ્રાણી સંગ્રહાલય ખાતે શરૂ થયેલ બ્રિડિંગ સેન્ટરમાં અત્યાર સુધીમાં માદા વરુ ૨૪ બાલકોને જન્મ આપી ચૂકી છે. આ બ્રિડિંગ સેન્ટરની સફળતા માટે જુદા-જુદા સેન્ટર ઉપરથી વરુની જોડીઓને મંગાવવામાં આવી હતી. ગત વર્ષે ૨૦૧૯-૨૦માં આ બ્રિડિંગ સેન્ટરમાં ૨૪ બચ્ચાને માદાએ જન્મ આપ્યો હતો.
ગુજરાત રાજ્યમાં ત્રણ જગ્યાએ વરુની વસ્તી જોવા મળે છે જેમાં વેળાવદર રામપરા અને કચ્છના રણમાં ગુરુની મોટી સંખ્યા જોવા મળે છે. સૌથી વધુ વેળાવદરમાં ૬૦ વરુઓ જોવા મળે છે. આમ વરુની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહૃાો છે ત્યારે શિડયુલ વનમાં આવતા અને બચ્ચા માટે વનવિભાગે એક્સલમાં તૈયાર કર્યો છે. જે અંતર્ગત આ બ્રિડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને આ બ્રિડિંગ સેન્ટરમાં ગઈકાલે જ પ્રજ્ઞા નામની વરૂએ એક સાથે પાંચ બચ્ચાંને જન્મ આપતાં વનવિભાગની મહેનત રંગ લાવી છે. સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં પણ પ્રજ્ઞાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે તેને અનુકૂળ વાતાવરણ પણ અહીં ઉભુ કરવામાં આવ્યું છે.
આમ જુનાગઢ સક્કરબાગ ઝૂમાં અનેક બિલ્ડીંગ સેન્ટ્રરો કાર્યરત છે અત્યારે હવે વધુ બ્રિડિંગ સેન્ટરને પણ સફળતા મળી છે. આ મામલે જુનાગઢ પ્રાણીસંગ્રહાલયમાં માદા વરુએ પાંચ બચ્ચાંને જન્મ આપતા IAS રાજીવ ગુપ્તાએ પણ સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વીટર પર માદા વરૂ અને તેના બચ્ચાની તસવીરો શેર કરી ખુશી વ્યક્ત કરી હતી.