સગા વ્હાલા અને વેવાઇ વેલા આમા ન ચાલે આમા તો કમળ છાપ જ ચાલે : શ્રી રૂપાલા

અમરેલી,ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીના પ્રચારમાં આ વખતે ભાજપના સ્ટાર પ્રચારક શ્રી પરસોતમભાઇ રૂપાલા સામાજીક વ્યવહારો સાથે મામા માસીનો નવો મુદો લાવ્યા છે.
જાહેરસભાઓમાં સામાજીક વ્યવહાર ઉપર મામા માસી ઉપર પ્રકાશ પાડયો છે.રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી અનુલક્ષીને કેન્દ્રીયમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક શ્રી પરસોતમભાઇ રૂપાલાએ જંગી જાહેરસભાને સંબોધન કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે ચુંટણીમાં સગા વ્હાલા અને વેવાઇ વેલા ન ચાલે લગ્નમાં ચાંદલો વધારે લખાવી દેવો પણ ચુંટણીમાં તો કમળછાપ જ ચાલે તેમ કહી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ વિપક્ષો સામે પ્રહારો કર્યા હતા અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી લીડ અપાવવા અનુરોધ કર્યો હતો આ જાહેરસભામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમખી પડયા હતા.