આપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને આ સગીરા તો મળી આવી હતી પણ આરોપી સંજય ફરાર થઇ ગયો હતો અને ત્યાર બાદ 2018ની સાલમાં સંજય પોલીસને મળી આવ્યો હતો તમામ રજુ થયેલા પુરાવાઓના અંતે આ કેસ ધારીના એડીશનલ સેશન્સ જજ શ્રી કમલેશભાઇ પટેલ સમક્ષ ચાલી ગયો હતો.જેમાં ફરિયાદી તરફે અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ અસરકારક દલીલ કરી દાખલારૂપ સજા આપવા રજુઆત કરતા કોર્ટે અપહરણ,બળાત્કાર,પોકસોના ગુનાને સાબીત માનીને આરોપી સંજયને ચાર ચાર વર્ષને કેદ અને પોકસોમાં બળાત્કારના ગુનામાં દસ વર્ષની કેદની સજા કરી હતી તથા કુલ 10 હજાર દંડ કરાયો અને અપીલના સમય બાદ વળતર ભોગ બનનારને આપવાનો હુકમ કર્યો હતો તથા પોકસોામાં ભોગ બનનારને ચાર લાખનુંં વળતર ચુકવવાનો પણ હુકમ કર્યો .