સચિનની દીકરી સારા તેંડુલકરને શુભમન ગિલની પત્ની બતાવી રહૃાું છે ગૂગલ

થોડાં દિવસો પહેલાં ગૂગલ દ્વારા અનુષ્કા શર્માને રાશિદ ખાનની વાઈફ દૃેખાડવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેની ભારે મજાક ઉડાવી હતી અને અનેક મેમ્સ પણ શેર કર્યા હતા. તેવામાં હવે આવો જ એક નવો કેસ સામે આવ્યો છે. ગૂગલ હવે સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકકરને ભારતના ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેયર શુભમન ગિલની વાઈફ દૃેખાડી રહૃાું છે.
શુભમન ગિલ અને સારા તેંડુલકરનું નામ હમણાં ખુબ જ ચર્ચામાં રહે છે. અને તે જ કારણે ગુગલમાં શુભમન ગિલ વાઈફ સર્ચ મારતાં સારા તેંડુલકર બતાવી રહૃાું છે. ખબરો પ્રમાણે, બંને વચ્ચે કાંઈક ચાલુ રહૃાું છે અને આ વાતના અમુક પુરાવાઓ પણ મળ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન શુભમન ગિલની ફિલ્ડીંગનો એક ફોટો સારાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુક્યો હતો અને સાથે જ હાર્ટવાળું ઈમોજી પણ મૂક્યું હતું. જો કે, આ ફોટો વાઈરલ થતાં થોડા જ સમયમાં સારાએ આ સ્ટોરીને ડિલીટ મારી દીધી હતી.
આ પહેલાં શુભમન ગિલે કારની સાથે એક ફોટો શેર કર્યો હતો, જેના પર સારાએ લાઈક કરવાની સાથે કોમેન્ટમાં હાર્ટવાળું ઈમોજી મોકલી શુભકામના પાઠવી હતી. આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાએ શુભમન ગિલની મજા લેતાં કોમેન્ટ પણ કરી હતી. જે બાદથી જ બંને વચ્ચે કાંઈ ચાલી રહૃાું હોવાની વાત ઉડી હતી. અને બાદમાં સતત ફેન્સ દ્વારા બંને રિલેશનમાં હોવાનું કહેવામાં આવી રહૃાું છે.