સચિન પરિવાર સાથે વેકેશન પર, દીકરી સારા સાથેની તસવીર કરી શેર

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટ અને ક્રિકેટના ગૉડ સચિન તેંદુલકર આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહૃાો છે. સોશ્યલ મીડિયા પર સચિનની કેટલીક તસવીર વાયરલ થઇ છે, જેમાં તે ફેમિલી સાથે વેકેશનની પળો માણતો દેખાઇ રહૃાો છે. સચિન ખુદ એક તસવીર શેર કરી છે જેમાં પોતાની દીકરી સારા સાથે દેખાઇ રહૃાો છે. સચિને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દીકરી સારા તેંદુલકર સાથેની તસવીર શેર કરી છે, જેમાં બન્નેએ સ્પૉર્ટિંગ લાઇફ જેટેક અને શાનદૃાર સનગ્લાસ પહેરેલા છે.

આ જગ્યા કઇ છે તેનો હજુ ખુલાસો નથી કર્યો. આ તસવીર પરથી માની શકાય કે સચિન પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવા બહાર નીકળ્યો છે. સચિને આ તસવીર શેર કરતા એક જૉક પણ લખ્યો છે- સારા: બાબા ક્યા હમ સમુદ્ર મે ખો ગયે હૈ? ….. આની સાથે તેમને એક ઇમોજી પણ શેર કરી છે. તેમને વેકેશન અને સી ના હેશટેગ પણ ઉપયોગ કર્યા છે.