સચિન-યુવરાજ સિંહે ગોલ્ફ રમતી તસ્વીરો શેર કરી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એકવાર મેદાન પર સાથે દેખાયા છે. આ વખતે મેદાન અલગ છે પરંતુ રમવાનો જુસ્સો બન્ને ખેલાડીઓમાં એ જ છે, જે પહેલા દેખાતો હતો. ખરેખરમાં સચિન તેંદુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે યુવરાજ સિંહ સાથે ગૉલ્ફના મેદાન પર દેખાઇ રહૃાો છે.

ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ગૉલ્ફ રમી રહૃાો છે. આ વીડિયોની સાથે યુવરાજે લખ્યું હતુ- જિંદગી નથી રોકાતી, તમારે આગળ વધવાનુ હોય છે, ૨૨ યાર્ડ્સથી ૧૮ છેદો તરફ…

નોંધનીય છે કે આઇસીસી વર્લ્ડકપ ૨૦૦૭ અને ૨૦૧૧નો હીરો રહી ચૂકેલા યુવરાજ સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ફેન્સને આશા હતી કે યુવરાજ ફરીથી એકવાર ક્રિકેટમાં વાપસી કરશે પરંતુ બીસીસીઆઇએ તેની સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી રમવાની ભલામણને નામંજૂર કરી દીધી હતી. આ સાથે તેની ક્રિકેટમાં વાપસી અટકી ગઇ હતી.