સડક-૨ના સપોર્ટમાં ઉતર્યા નિર્માતા પ્રકાશ જહા

‘સડક ૨નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી જ તે ફેન્સની ટીકાઓનો સામનો કરી રહૃાું છે. ફેન્સે યુટ્યુબ પર ટ્રેલરને અત્યાર સુધીમાં સૌથી વધુ નાપસંદ કરેલો વીડિયો બનાવી દીધો છે. આ અંગે ફિલ્મ નિર્માતા પ્રકાશ જ્હાએ પહેલી વાર પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે કહૃાું કે આ ખોટું છે કે એક મહાન અભિનેત્રી અને દિગ્દર્શકને કોઈ પણ પુરાવા વિના નિશાન બનાવવામાં આવી રહૃાા.
એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મ નિર્માતા પ્રકાશ જ્હાએ કહૃાું હતું કે ‘તે વાતમાં કોઈ બે-મત નથી કે આલિયા ભટ્ટ એક પ્રતિભાશાળી અભિનેત્રી છે અને મહેશ ભટ્ટ સાહેબ એક ઉત્તમ દિગ્દર્શક છે જેમણે ઘણી શાનદાર ફિલ્મો બનાવી છે. હું સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી પણ ‘સડક ૨ના મામલે શું થઇ રહૃાું છે કે તે સૌથી નાપસંદ વીડિયો બની ગયો છે કારણકે ભટ્ટ પરિવાર વિશે ફેન્સને લાગે છે કે સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુમાં તેમનો હાથ છે તે યોગ્ય નથી, તે ખૂબ અપ્રિય, અત્યંત દૃુખદ અને ખૂબ જ અન્યાયી છે.
સુશાંતસિંહ રાજપૂતના દૃુ:ખદ અવસાન વિશે, પ્રકાશ જ્હા કહે છે ‘કદાચ કેટલીક એવી બાબતો હોઈ શકે છે કે જેનાથી સુશાંતને લાગ્યું કે તેને બહાર ફેંકી દૃેવામાં આવી રહૃાો છે. આ અપ્રિય છે, મને તે બરાબર નથી લાગતું. આ જીવનનો એક ભાગ છે. સુશાંત સારું કામ કરી રહૃાો હતો જો તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને સાબિત કરવા માટે મુંબઇ આવો છો તો તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. ઘણા રિજેક્શન માટે તૈયાર રહેવું પડશે અને પછી તમને કામ મળશે, ત્યારબાદ તમે ચમકશો. આ જ દૃુનિયાની સુંદરતા છે.