સડક-૨ જોવા પર ટ્રોલ થઈ અભિનેત્રી રશ્મિ દૃેસાઇ, ઘણા યુઝર્સે કરી અનફોલો

ફિલ્મ સ્ટાર આલિયા ભટ્ટ, સંજય દત્ત અભિનિત ફિલ્મ ‘સડક-૨નો ઘણો વિરોધ થઈ રહૃાો છે. નેપોટિઝમની ચર્ચા વચ્ચે રિલીઝ થયેલી આ ફિલ્મનો લોકો બહિષ્કાર કરી રહૃાા છે અને લાખો લોકોએ ફિલ્મના ટ્રેલરને નાપસંદ પણ કર્યું હતું. તે ઉપરાંત આ ફિલ્મ વિવેચકો અને પ્રેક્ષકોની અપેક્ષાઓને પૂર્ણ કરી શકી ન હતી. ફિલ્મ નિષ્ણાતોએ તેને ફક્ત ૧.૧ સ્ટાર રેટિંગ આપ્યું હતું. તે દરમિયાન ટીવી અભિનેત્રી રશ્મી દૃેસાઈએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ‘સડક-૨ જોતો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો શેર કર્યા બાદ હવે રશ્મી દૃેસાઇને ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેત્રીએ એક જીઆઈએફ શેર કર્યો છે, જેમાં તે ટીવીની સામે બેસીને ફિલ્મ જોઈ રહી છે. સાથે સાથે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની ફિલ્મ અંગેની ઉત્તેજના વિશે પણ જણાવ્યું હતું. જોકે, હવે યુઝર્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. યુઝર્સે રશ્મી દૃેસાઇના આ ટવિટ પર પ્રતિક્રિયા આપતા કહૃાું કે તે સુશાંતને ન્યાય અપાવવાના લક્ષ્યને નબળું બનાવી રહી છે. એક યુઝરે તેને અનફોલો કરતો સ્ક્રીન શોટ પણ શેર કર્યો હતો.
આ સાથે એક યુઝરે એવો પણ આક્ષેપ લગાવ્યો કે અભિનેત્રી સુશાંતસિંહ રાજપૂત કેસમાં શા માટે મૌન છે ? તો બીજા એક યુઝરે લખ્યું કે, જ્યારે આખી દૃુનિયા ‘સડક-૨નો બહિષ્કાર કરી રહી છે, ત્યારે રશ્મી દૃેસાઇ આ ફિલ્મ જોઈ રહૃાા છે તો હવે તેના માટે કોઈ આદર રહૃાો નથી. લોકો રશ્મી દૃેસાઇ વિશે અલગ અલગ કમેન્ટ કરી રહૃાા છે અને ‘સડક-૨ને જોવાની વાતને યોગ્ય ઠેરવી રહૃાા નથી.