‘સડક ૨’ બહુ જલદી રિલીઝ થવા જઈ રહી છે. જો કે તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ થયું અને હવે તેનું એક ગીત ‘તુમ સે હી’ રિલીઝ થયું છે. સુશાંતસિંહ રાજપૂત મોત કેસને લઈને જે રીતે લોકોનો રોષ જોવા મળી રહૃાો છે તેનો ભોગ ‘સડક ૨’ ફિલ્મનું ટ્રેલર બન્યું હતું જેને કરોડથી વધુ ડિસલાઈક મળી. હવે ગીત પણ એ જ રીતે લોકોના રોષનો ભોગ બની રહૃાું છે. આ ગીતને ગણતરીના કલાકોમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે.
આ ગીતને અત્યાર સુધીમાં 81 હજાર જેટલી લાઈક્સ મળી છે જેની સામે ગીતને 3 લાખ 8 હજાર લોકોએ ડિસલાઈક કર્યું છે.
આ ગીત આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટના પાત્રોને નજીકથી જાણવાની તક આપતું ગીત છે. પરંતુ એક હદ સુધી આ ગીતનો વીડિયો નિરાશ કરનારો છે કારણ કે આદિત્ય રોય કપૂરની ભૂમિકા એકવાર ફરીથી રિપિટ થતી હોય તેવું જોવા મળે છે. ’તુમ સે હી’ ગીતમાં આદિત્ય રોય કપૂર એક પરેશાન ગાયક તરીકે જોવા મળે છે. જે આશિકી ૨માં દારૂ પીતો જોવા મળ્યો હતો પરંતુ આ ગીતમાં તે એકલાપણા સામે ઝઝૂમી રહૃાો છે.
જેમ કે રાહુલ જયકરે આશિકી ૨માં પ્રેમીને પ્રેમિકા આરોહીથી દૃૂર રાખ્યો તે જ રીતે સડક ૨માં તે પ્રેમિકા અરાયાથી અંતર જોવા મળી રહૃાું છે. શબ્દીર અહેમદ દ્વારા લેખિત અને રોમેન્ટિક સોંગના હિટમેકર અંકિત તિવારીના કમ્પોઝિશનવાળા આ ગીતને અંકિત તિવારી અને લીનાએ પોતાનો અવાજ આપ્યો છે. આદિત્ય રોય કપૂર સાથે અંકિત તિવારીનું આ ત્રીજુ ગીત છે.