સતત કામ કરતું તંત્ર એટલે અમરેલી શહેર પીજીવીસીએલ

હર હમેશા કોઈ પણ પ્રકારની ગ્રાહક ની ફરિયાદ હોય કે જાહેર જનતાને લગતી કોઈ પણ ફરિયાદ હોય અમરેલી શહેર પીજીવીસીએલ ના એન્જિનિયર અને તેમનો સ્ટાફ સતત કામગીરી માટે દોડતો રહતો હોય છે..પછી રજા નો દિવસ હોય કે ચાલુ દિવસ..તાજેતરમાં જ કલેક્ટર ઓફીસ પાસે જન સેવા કેન્દ્ર પાસે તથા તેની પાસે જિલ્લા પંચાયત રોડ ઉપર જ્યાં બહુજ ટ્રાફિક વાળો વિસ્તારમાં નવા રોડ બનવાની કામગીરી દરમિયાન રોડ ની વચ્ચે ઉભેલા ટ્રાન્સફોર્મર પીજીવીસીએલ દ્વારા રવિવાર ની રજા ના દિવસે કામગીરી કરીને રોડ વચ્ચે ઉભેલા ટ્રાન્સફોર્મર નવી જગ્યાએ ઉભા કરી આપેલ..તથા જનસેવા કેન્દ્ર પાસે આવેલ ટ્રાન્સફોર્મર ની ફરતે જાળી લગાડી આપેલ.કે જ્યાં ખૂબ જ સંખ્યામાં પબ્લિક આવતી હોય છે..હમણાં દિવાળી નજીક આવતી હોય અલગ અલગ વિસ્તારોમાં આવેલ ટ્રાન્સફોર્મર મેઇન્ટેનન્સ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલ છે..