સતત ચોથા દિવસે કોરોના પોઝીટીવ માજીનો જમરાજ સામે જંગ

અમરેલી,અમરેલીમાં દાખલ કરાયેલા ટીંબલા ગામના વતની અને કોરોનાના પ્રથમ દર્દી 70 વર્ષના માજી અવિરત યમરાજને હંફાવી રહયા છે ત્યારે આ દર્દીને બચાવવા માટે હોસ્પિટલ દ્વારા કિંમતી એવુ રૂા.35 હજાર જેવી કિંમતનું ઇન્જેક્શન તેના ફેફસાના ઇન્ફેકશનને દુર કરવા માટે અપાયુ છે અને કેટલુ કારગત નીવડયુ છે તેની આજે ખબર પડશે આ માજીને ડાયાબીટીશ તથા થાઇરોઇડની બિમારી હોવાનું સામે આવ્યુ છે તેમને સાજા કરવા માટે હોસ્પિટલના ડોકટરો, નર્સીગ સ્ટાફ તો મહેનત કરી જ રહયો છે પણ સાથે સાથે વર્ગ 4 ના ગણાતા સફાઇ કર્મચારીઓ પણ જીવ હથેળીમાં લઇને સાચા કોરોના વોરીયર્સ બની તૈનાત છે.