સતત બીજા દિવસે અનુરાગ કશ્યપ-તાપસી પાુના ઘરે આઇટીના દરોડા યથાવત્

એક્ટ્રેસ તાપસી પાુ, પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને તથા મધુ મન્ટેનાના ઠેકણાં પર ઈક્ધમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ આજે એટલે કે ૪ માર્ચના રોજ પણ ચાલુ છે. આ ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, કવાન ટેલેન્ટ હંટ કંપની તથા એક્સીડ કંપનીના ઠેકાણાં પર દરોડા પડ્યા છે. સૂત્રોના મતે, દરોડા આગામી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, આવકવેરા વિભાગની ટીમે અનુરાગ કશ્યપ તથા તાપસી પાુની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તેમના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા છે. ડિવાઈસને ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યા છે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા દિવસે પણ બંનેની પુનામાં પૂછપરછ ચાલુ છે. માનવામાં આવે છે કે બંનેને પુનાની કોઈ હોટલના રૂમમાં રાખવામાં આવ્યા છે. જોકે, હજી સુધી આની પુષ્ટિ થઈ શકી નથી.

પ્રોડ્યૂસર મધુ મન્ટેનાની મુંબઈ સ્થિત ક્વીનબીચ બિલ્ડિંગમાં પણ આવકવેરાના છ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત અંધેરી વેસ્ટના સેન્ટર પર પણ ૮ અધિકારીઓએ છાપો માર્યો છે. ચાર અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલાં આવકવેરા વિભાગે ૩૦ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંબઈના લોખંડવાલા, અંધેરી, બાંદ્રા તથા પુનામાં સવારે ૮થી ૯ વાગ્યા દરમિયાન રેડ શરૂ થઈ હતી. અંદાજે ૩૦ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનુરાગ-તાપસીનું મુંબઈ સ્થિત ઘર પણ સામેલ છે. આ લોકેશન પર મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.