ન્યુ દિૃલ્હી,વૈશ્ર્વિક મહામારી કોરોના વાઇરસના પ્રકોપથી બચવા ભારતમાં આજથી લોકડાઉન-૪નો આરંભ થઇ ગયો છે ત્યારે સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લાં ૨૪ કલાક દૃરમ્યાન દૃેશમાં કોરોના પોઝીટીવના અત્યારસુધીમાં સૌથી વધુ ૫૨૪૨ કેસો બહાર આવ્યાં હતા અને ૧૫૭ લોકો કોરોનાથી માર્યા ગયા છે. તે સાથે જ દૃેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૬,૧૩૭એ પહોંચી છે. અને ૩,૦૩૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો ૩૩ હજારને પાર થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૧૨૭૩એ પહોંચી છે. તો બીજા નંબરે રહેલા ગુજરાતમાં ૧૧,૩૮૦ લોકો કોરોનાથી સંક્રમિત છે. રવિવારે દૃેશમાં સૌથી વધારે ૫૦૧૫ સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ ૨૫૩૮ લોકો સારવાર બાદૃ સાજા પણ થયા હતા. મહારાષ્ટ્રમાં એક દિૃવસમાં ૨૩૪૭ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં હવે કોરોના દૃર્દૃીઓની સંખ્યા ૩૩ હજારને પાર થઈ ગઈ છે.
સૂત્રોએ કહૃાું કે ૨૫ માર્ચના રોજ લાગૂ કરાયેલા પ્રથમ લોકડાઉન બાદૃ તેમાં સતત વધારો કરીને હવે લોકડાઉન-૪નો આજથી પ્રારંભ થયો છે. જે ૩૧ મે સુધી અમલમાં રહેશે. લોકડાઉન-૪માં કેન્દ્ર સરકારે રાજ્યોને લોકડાઉનમાં છૂટછાટ આપવાની સત્તા આપી છે. લોકડાઉન ૪.૦ વચ્ચે પંજાબ સરકારે ટેક્સી-કેબને મંજૂરી આપી છે. જેમાં માત્ર બે યાત્રિઓ જ બેસી શકશે.
આંધ્રપ્રદૃેશમાં છેલ્લાં ૨૪ કલાકની અંદૃર મળ્યા કોરોનાના ૫૨ નવા પૉઝિટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં દૃર્દૃીઓની સંખ્યા વધીને થઈ ૨૨૮૨ થઇ છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ૧૯ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઉત્તરપ્રદૃેશના ગ્રેટર નોઈડાની એક મોબાઈલ કંપનીમાં ૬ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, હાલ આ કંપનીમાં કામ અટકાવી દૃેવાયું છે.
દૃેશની રાજધાની દિૃલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯૯ કેસ આવ્યા અને ૨૮૩ દૃર્દૃી રિકવર થયા છે. એ જ રીતે રાજસ્થાનમાં નવા ૧૪૦ નવા કોરોના પૉઝિટીવ કેસ બહાર આવ્યાં હતા અન્ો ૨ દૃર્દૃીના મોત થયા છે અન્ો ૫૩૪૨ થઈ કુલ દૃર્દૃીની સંખ્યા. ૨૬૬૬ દૃર્દૃી રિકવર થયા છે.
દૃેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દૃેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૩૦૫૩ કેસ નોંધાયા છે જેમાંથી ૧૧૯૮ લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર બાદૃ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૩૭૯ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૮૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદૃ તમિલનાડૂમાં ૧૧૨૨૪, દિૃલ્હીમાં ૧૦૦૫૪, રાજસ્થાનમાં ૫૨૦૨, મધ્યપ્રદૃેશમાં ૪૯૭૭ અને ઉત્તર પ્રદૃેશમાં કોરોનાના ૪૨૫૯ કેસ સામે આવ્યા છે. દૃુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૭ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.
દિૃલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર ૫૮ વર્ષ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં પોલીસ લાઈનમાં રહેતો હતો. ૧૩મેના રોજ એસીપી સહિત પાંચ પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદૃથી જ તમામ પોલીસકર્મી ક્વૉરન્ટીનમાં હતા.
લોકડાઉન ફેઝ-૪નો દૃેશમાં સોમવારે પ્રથમ દિૃવસ હતો. કેન્દ્ર સરકારે લોકડાઉન ૩૧ મે સુધી ભલે લંબાવી દૃીધું છે પરંતુ કડક પ્રતિબંધો ફક્ત કન્ટેન્ટમેન્ટ ઝોન પુરતી મર્યાદિૃત કરવામાં આવ્યા છે. તેની અસર પ્રથમ દિૃવસે દૃેશના જુદૃા જુદૃા ભાગોમાં પણ જોવા મળી રહી છે. પશ્ર્ચિમ બંગાળના સિલિગુડીમાં ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ અને બેગ-હેલ્મેટની દૃુકાનો ખુલ્યાનું સામે આવ્યું છે. તે જ સમયે, કર્ણાટકમાં સલૂન ખોલવામાં આવ્યા હતા. આ જ રીતે કેરળમાં દિૃલ્હી અને કોચીના રસ્તાઓ પર વાહનો જોવા મળ્યા હતા. સરકારના માર્ગદૃર્શિકા વિરુદ્ધ પંજાબના અમૃતસરમાં મંદિૃરો ખુલી ગયા. લોકો અહીં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા.
છેલ્લાં કેટલાંક દિૃવસોથી કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહૃાા છે. સ્થિતિ એ છે કે એક પછી એક રેકોર્ડ કેસ સામે આવી રહૃાા છે. તેના લીધે દૃેશમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ઝડપથી ૧ લાખની સપાટી તરફ આગળ વધી રહૃાો છે. રવિવારના રોજ અંદૃાજે ૫૦૦૦ નવા કેસ સામે આવ્યા જે એક દિૃવસનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો. તેની સાથે જ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો ૯૬૦૦૦ની નજીક પહોંચી ગયો છે.. આ જ સ્થિતિ રહી તો આજનો દિૃવસ ખત્મ થતાની સાથે જ દૃેશમાં કોરોના સંક્રમણના કેસ ૧ લાખની સપાટીએ પહોંચી જશે અને આ દિૃવસ દૃેશ કયારેય ભૂલશે નહીં. રવિવારના રોજ કોરોના વાયરસના ૫૦૦૫ નવા કેસ સામે આવ્યા જે એક દિૃવસમાં સૌથી વધુ કેસ હોવાનો રેકોર્ડ છે.. છેલ્લાં કેટલાંક દિૃવસોમાં રેકોર્ડ કેસ સામે આવી રહૃાા છે, જે લોકોને ડરાવી રહૃાો છે
દૃેશમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેિંંસગ બધું જ થઇ રહૃાું છે પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહૃાા છે. તેનું એક મોટું કારણ લોકડાઉન ૩.૦માં આપવામાં આવેલી છૂટછાટ હોઇ શકે છે. તેના અંતર્ગત દૃેશમાં દૃુકાનો ખોલવામાં આવી, લોકોને એક ચોક્કસ સમયમાં ઘરોમાંથી નીકળવાની આઝાદૃી આપવામાં આવી, કારણ કે દૃુકાનો બંધ હોવાથી ઇકોનોમિક એક્ટિવિટીઝ થોભી ગઇ હતી, આથી લોકોના ભૂખ્યા મરવાની નોબત આવી ગઇ હતી. તો બીજીબાજુ લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂર પોતાના ઘર તરફ પલાયન થઇ રહૃાા છે જેમાંથી ઘણા બધા લોકો સોશિયલ ડિસ્ટેિંસગનું પાલન પણ કરી રહૃાા નથી..।