સતત બીજા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલના ભાવમાં ૧૩-૧૪ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ડીઝલનો ભાવ ૧૪-૧૬ પૈસા પ્રતિ લીટર ઓછો થયો. ગત સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં ૫૩ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. દૃેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને ૮૧.૫૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૨.૫૬ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
નોંધનીય છે કે, રોજ સવારે ૬ વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીનશન અને અન્ય બાબતો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણો થઈ જાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવ ગબડી રહૃાા છે અને રૂપિયામાં મજબૂતી પરત ફરી છે. એવામાં એક્સપર્ટ્સ ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાનું અનુમાન લગાવી રહૃાા છે. જો ક્રૂડમાં ૨૦ ટકાનો ઘટાડો આવે છે તો પેટ્રોલ અને ડીઝલમાં ૫ ટકા ભાવનો ઘટાડો આવી શકે છે. જેથી પેટ્રોલ અને ડીઝલ ૨.૫થી ૩ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થઈ શકે છે.