સતત વરસાદથી અમરેલી જિલ્લાના માર્ગોને સવા બે કરોડ જેટલુ નુકશાન

  • સતત વરસાદને કારણે જિલ્લાભરના માર્ગોમાં ખાડાઓ પડયા
  • સ્ટેટ હાઇવેમાં બે કરોડ જેટલુ અને પંચાયત હસ્તકના રોડમાં 25 લાખ જેવુ નુકશાન : તંત્ર દ્વારા ચાલુ વરસાદે મેટલીંગ કામ કરાયું : વરસાદ અટકે તો ડામર કરાશે

અમરેલી,
140 ટકા કરતા વધારે પડેલા સતત વરસાદને કારણે જિલ્લાભરના માર્ગોમાં ખાડાઓ પડયા છે અને આ વરસાદથી અમરેલી જિલ્લાના માર્ગોને સવાબે કરોડ જેટલુ નુકશાન થયાનું અંદાજાય રહયુ છે સ્ટેટ હાઇવેમાં બે કરોડ જેટલુ અને પંચાયત હસ્તકના રોડમાં 25 લાખ જેવુ નુકશાન થયુ છે તંત્ર દ્વારા ચાલુ વરસાદે મેટલીંગ કામ કરાયું છે અને વરસાદ અટકે તો ડામર કરાશે તેમ જાણવા મળેલ છે.
સ્ટેટ હાઇવેના લાઠી, ચિતલ, બાબરા, અમરેલી, ચલાલા, રાજુલા, બાઢડા રોડ ઉપર 80 કિ.મી. જેટલા વિસ્તારમાં ગાબડાઓ પડયા છે મેટલ પેચ શરૂ કરાયા હોવાનું કાર્યપાલક ઇજનેર શ્રી સુમાએ જણાવ્યુ છે જ્યારે સાવરકુંડલા, ખાંભા અને દામનગર ધામેલ તથા ચિતલથી ધરાઇ અને બગસરાથી જુના જાંજરીયા પંચાયત હસ્તકના માર્ગમાં નુકશાન થતા પેચ વર્ક શરૂ કરી દેવાયાનું શ્રી હસમુખભાઇ બોરડે જણાવ્યુ છે.