સત્યમેવ જયતે-૨ના શૂટિંગમાં ઈજાગ્રસ્ત થયો અભિનેતા જ્હોન અબ્રાહમ

બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે-૨નું શૂટિંગ વારાણસીમાં ચાલી રહૃાું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સિનમાં અચાનક અભિનેતા ઈજાગ્રસ્ત થયો હતો. થોડીવાર માટે હાજર તમામ શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થતા અભિનેતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્હોન સત્યમેવ જયતેની સિક્વલ સત્યમેવ જયતે -૨ ગુરુવારે સવારે લખનૌથી બનારસ આવ્યો હતો.
ગંગાના કાંઠે પંચકોટ ઘાટ પરની એક બિલ્ડિંગમાં ફિલ્મનો એક એક્શન સીન કરવામાં આવી રહૃાો હતો. પ્રથમ દિવસના શૂટિંગના બીજા ભાગમાં જ્હોન અબ્રાહમ એક્શન કરતા સમયે અચાનક ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તરત એને એક ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડૉક્ટરોએ તરત એની સારવાર શરૂ કરી હતી.
થોડા કલાકો પછી એને શૂટિંગ ફરી શરૂ કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. એક્શન શૉટમાં જ્હૉનના હાથમાં ઇજા થઇ હતી. ડૉક્ટરોએ એક્સ રે લીધા પછી સ્પષ્ટતા કરી હતી કે ફ્રેક્ચર નથી, મૂઢમાર વાગ્યો હતો એટલે ચિંતાનું કારણ નથી.