સનાતન ધર્મ હિન્દુુત્વને બદનામ કરતા પુસ્તક ઉપર ગુજરાત રાજયમાં પ્રતિબંધ મુકવા માંગણી

અમરેલી,તાજેતરમાં સલમાન ખુરશીદ દ્વારા Sunrise Over Ayodhya નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કરોડો લોકોની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન સનાતન ધર્મ અને હિન્દુત્વને lsis અને બોકો હરમ જેવી વૈશ્ર્વિક આતંકવાદી પરિબળો સાથે સરખાવી ઇરાદાપૂર્વક બદનામ કરવામાં આવ્યો છે. Sunrise Over Ayodhya પુસ્તકના ગુજરાત રાજયમાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકવા માંગણીઅમરેલી જીલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદના હસમુખ દુધાતે ગૃહ મંત્રીને રજુઆત કર્યાનુ જણાવ્યુ છે.