સનીની દીકરી નિશા પિતાને જોઇ એવી વળગી પડી કે જાણે જન્મોથી દૂર, વિડીયો વાયરલ

સની લિયોનીની દીકરી નિશા કૌરનો એક સૌથી પ્રેમાળ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહૃાો છે. આ વીડિયો એરપોર્ટનો છે. જ્યાં નિશા પોતાના પપ્પા ડેનિયલ વેબરને જોઇ દોડીને ગળે વળગી જાય છે. આ દરમ્યાન પાછળ સની લિયોનીના બંને દીકરા નોહ અને અશરનું એક્સાઇમેંટ પણ જોવા જેવું હોય છે. સની લિયોની ‘એમટીવી સ્પિલ્ટસવિલા ૧૩નું શુટિંગ કેરળમાં કરી રહી હતી અને સાંજે મુંબઇ પાછી આવી. ત્યારબાદ એરપોર્ટ પર જે નજારો જોવા મળ્યો તે પાપારાઝીઓએ કેમેરામાં કેદ કરી લીધો. સનીની સાથે તેના ત્રણ બાળકો પણ શુટિંગમાં સાથે ગયા હતા. સનીનો પતિ ડેનિયલ પહેલેથી જ એરપોર્ટ પર પોતાના ફેમિલીની પાછા ફરવાની રાહ જોઇ રહૃાો હતો.

પપ્પા-દીકરીનો આ વીડિયો ઇન્ટરનેટ પર ફેન્સના ખૂબ દિલ જીતી રહૃાું છે. ડેનિયલ પોતાના બાળકોને ગળે લગાવા માટે ઘૂંટણિયે બેસી જાય છે અને પછી ત્રણેય બાળકો તેની તરફ દોડી પડે છે. આ વીડિયોમાં પપ્પા ડેનિયલને જોઇ નિશા સૌથી ઝડપથી દોડવા લાગે છે અને પપ્પાને ગળે લગાવીને ખુશીથી ઉછળી પડે છે. પાછળ નિશાના બંને ભાઇ પણ પોતાના પિતા ડેનિયલને ગળે લાગે છે. નિશાની ખુશી એવી છે કે દરેક લોકોના દિલ જીતી લે છે. વીડિયોના અંતમાં ડેનિયલ અને સની લિયોની માસ્ક ઉતારીને એકબીજાને કિસ કરતાં દેખાય છે.

ફેન્સ નિશા અને ડેનિયલના આ વીડિયો પર ખૂબ કોમેન્ટ કરી રહૃાા છે. કોઇ તેને અનકંડિશનલ અને સાચ્ચો પ્રેમ કહૃાો તો કોઇએ સની લિયોની અને ડેનિયલ દ્વારા બાળકીને દત્તક લીધાના વખાણ કર્યા. આપને જણાવી દઇએ કે ૨૦૧૭માં સની લિયોની અને તેના પતિ ડેનિયલ વેબરે નિશાને લાતૂર (મહારાષ્ટ્ર)ના ચાઇલ્ડ હોમમાંથી દત્તક લીધી હતી. જ્યારે નોહ અને અશર સરોગેસીથી જન્મયા છે. સની અને ડેનિયલ પોતાના ત્રણ બાળકોની સાથે ખુશાલ િંજદગીને એન્જોય કરી રહૃાા છે.