સપના ચૌધરીએ દીકરા સાથે પહેલીવાર તસવીર શેર કરી

હરિયાણવી સિંગર અને ડાંસર સપના ચૌધરી થોડા સમય પહેલા ઘણી ચર્ચામાં આવી હતી અને લોકોને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે અચાનક તેમણે લગ્નનો ખુલાસો કર્યો હતો. આ દરમ્યાન તેમના ફેન્સનું દિલ ટૂટી ગયું હતું. ઉલ્લેખનીય છે કે સપના ચૌધરીીએ ઘણા સમય સુધી પોતાના લગ્ન છૂપાવ્યાં હતાં અને તે મા બની ત્યારે રાજ ખુલ્યો. સપના ચૌધરીએ એક દીકરાને જન્મ આપ્યો છે જેની એક ઝલક માટે તેમના ફેન્સ ઈંતેજાર કરી રહૃાા છે.
જો કે આ તસવીરમાં પણ સપના ચૌધરીએ દીકરાનો ચેહરો કોઈને દેખાડ્યો નથી અને તેને લઈ ફેન્સ કોમેન્ટ પણ કરી રહૃાા છે. આ તસવીર શેર કરતાં સપના ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાઈન લખી છે. ’હજારો સાલ નર્ગિસ અપની બેનૂરી પે રોતી હૈ… બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદા.’
ષ્ટ છે કે માતા બન્યા બાદ તે ઘણી ખુશ છે. થોડા સમય પહેલા કોઈ બાળકની તસવીર વાયરલ થઈ હતી જેને સોશિયલ મીડિયા પર સપના ચૌધરીનું બાળક જણાવામાં આવી રહૃાું હતું. જો કે બાદમાં માલૂમ પડ્યું કે તે સપના ચૌધરીનું બાળક નહોતું. હવે જોવાનું એ રહેશે કે સપના ચૌધરી ફેન્સને પોતાના દીકરાનો ચહેરો ક્યારે દેખાડે છે.