સપ્ટેમ્બરનો પહેલો શનિવાર એટલે વિશ્વ ગીધ જાગૃતતા દિવસ

અમરેલી,
રાજુલા જાફરાબાદના જાપોદર, ખાખબાઇ, ઉચૈયા, નાગેશ્રીમાં ગીધ કોલોની આવેલી છે દુનિયાના 99 ટકા ગીધો નાશ પામ્યા છે ત્યારે માનવ સર્જીત ડાયકલોફેના દવાથી આ વિસ્તારમાં ગીધોની સારી સંખ્યા છે કુદરતી વાતાવરણ અને ખોરાક મળી જાય છે.
ઉપરાંત વાડી માલીકો પણ સારી રીતે સાચવે છે જુના પીપળા, નાળીયેરી હોય ત્યાં નદી કિનારે વસવાટ કરે છે ગીધ એક માનવજાતી માટે પર્યાવરણની કડી છે તેમ વિપુલભાઇ લહેરીએ જણાવ્યુ છે તેઓ ડોક્યુમેન્ટ્રી તસ્વીર પ્રદર્શનો પણ યોજે છે પરંતુ કોરોનાને કારણે કાર્યક્રમો મુલત્વી રાખ્યા છે આપણે બધા સાથે મળી ગીધને બચાવીએ તેવો અનુરોધ રાજુલા નેચર કલબના પ્રમુખ વિપુલ લહેરીએ કર્યો છે.