સપ્ટેમ્બર માસમાં જીએસટીની આવક વધી ૯૫,૪૮૦ કરોડ થઇ

  • અર્થતંત્ર પાટે ચઢ્યુ,લૉકડાઉન બાદ જીએસટીમાં સૌથી વધુ આવક નોંધાઇ
  • આગામી ૫ ઑક્ટોબરે જીએસટી કાઉન્સિલની બેઠક, સેનેટાઇઝર, શૂઝ, ઓટો પાર્ટ્સ પર જીએસટી દરમાં ફેરફારના મહત્ત્વપૂર્ણ નિર્ણયની શક્યતા

કોરોના મહામારીને પગલે દૃેશમાં લાગુ થયેલ લોકડાઉનને કારણે સમગ્ર અર્થતંત્ર પડી ભાંગ્યું હતુ. દૃેશનો વિકાસ દર તે ત્રિમાસિકગાળામાં ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યા બાદ સામાન્ય રિકવરીના સંકેત આપી રહૃાું હતુ અને આજે આવેલ જીએસટી કર વસૂલીના આંકડા આ રિકવરીની વાતને વધુ સમર્થન આપી રહૃાાં છે.
સપ્ટેમ્બર માસમાં દૃેશમાં લાગુ થયેલ યુનિવર્સલ ટેક્સ કલેકશન સિસ્ટમ GST પેટે સરકારને રૂ. ૯૫,૪૮૦ કરોડની આવક થઈ છે. આજે જાહેર થયેલ આંકડા અનુસાર ગત મહિને દૃેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઉઘરાણી રૂ. ૯૫.૪૮૦ કરોડ રહી છે,જે લોકડાઉન બાદનો એટલે કે માર્ચ બાદનો સૌથી ઉંચો આંકડો છે.
ઓગષ્ટ માસની સરખામણીએ સપ્ટેમ્બરમાં જીએસટી કલેકશન ૧૦.૪% અને ગત વર્ષના ઓગષ્ટ, ૨૦૧૯ની સાપેક્ષે ૪% વધુ છે.
નાણામંત્રાલયે એક માસિક રીપોર્ટમાં કહૃાું કે કુલ જીએસટીમાંથી ૧૭,૭૪૧ કરોડ સેન્ટ્રલ જીએસટી પેટે, ૨૩,૧૩૧ કરોડ સ્ટેટ જીએસટી પેટે મળ્યાં છે. આ સિવાય માલસામાનની આયાતના સેસના ૨૨,૪૪૨ કરોડ સહિત કુલ ૪૭,૪૮૪ કરોડ ઈન્ટીગ્રેટેડ જીએસટી પેટે મળ્યાં છે. ગત મહિને સરકારને સેસ પેટે પણ રૂ. ૭૧૨૪ કરોડની આવક થઈ છે,જેમાં ૭૮૮ કરોડ માલસામાનની આયાત ઉપર મળ્યાં છે.
IGST માંથી સેન્ટ્રલ જીએસટી પેટે રૂ. ૨૧,૨૬૦ કરોડ અને સ્ટેટ જીએસટી પેટે રૂ. ૧૬,૯૯૭ કરોડનું સેટલમેન્ટ કર્યું છે. દર મહિનના આ સેટલમેન્ટ બાદ સપ્ટેમ્બર, ૨૦૨૦ માસ માટે સરકારને CGST પેટે રૂ. ૩૯,૦૦૧ કરોડ અને SGST પેટે રૂ. ૪૦,૧૨૮ કરોડની આવક થઈ છે.
આગામી ૫મી ઓક્ટોબરના રોજ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાવા જઈ રહી છે અને તેમાં સેનેટાઈઝર અને શૂઝથી લઈને ઓટો પાર્ટસ પર જીએસટીમાં ફેરફાર અંગે મહત્વના નિર્ણય લેવાઈ શકે છે.