સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૨૪૧ અંક ઘટી ૩૮,૪૩૪ની સપાટીએ

શુક્રવારે મજબૂત વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના સેન્ટિમેન્ટના કારણે આજે દિવસના કારોબાર પછી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર બજાર વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૫૬ ટકા વધીને ૨૧૪.૩૩ પોઇન્ટના અંતે ૩૮૪૩૪.૭૨ પર બંધ રહૃાો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૦.૫૩ પોઇન્ટના વધારા સાથે ૧૧૩૭૧.૬૦ની સપાટીએ ૫૯.૪૦ ટકા વધીને બંધ રહૃાો હતો.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો, આજે એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, એચડીએફસી બેક્ધ, હીરો મોટોકોર્પ, નેસ્લે ઇન્ડિયા, સન પરમા, ગ્રાસિમ, એસબીઆઇ, એક્સિસ બેંક, શ્રી સિમેન્ટ, બજાજ ઓટો, આઇટીસી, યુપીએલ અને ઈન્ફ્રાટેલ શેરના લીલા નિશાન પર બંધ થયા. તો બીજી તરફ બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસવર, સિપ્લા, વિપ્રો, ટીસીએસ, આઇઓસી અને ટાટા મોટર્સના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
આજે શેર બજાર વધારા સાથે શરૂ થયું હતું. સેન્સેક્સ ૨૫૦.૧૩ પોઇન્ટ એટલે કે ૦.૬૫ ટકાના વધારા સાથે ૩૮૪૭૦.૫૨ ના સ્તરે ખુલ્યો હતો અને નિટી ૦.૮૬ ટકા એટલે કે ૯૭.૪૫ પોઇન્ટ વધીને ૧૧૪૦૯.૬૫ પર બંધ રહૃાો હતો.