સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી: સેન્સેક્સ ૭૫૦ અંક ઉછળ્યો

  • દિવસના અંતે સેન્સેક્સ ૪૯,૮૪૯ની સ્તરે બંધ

 

સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે શેર બજાર માં ફરી તેજી જોવા મળી હતી. દિવસના અંતે આજે બીએસઇના ૩૦ શેર વાળા પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ ૭૪૯.૮૫ પોઈન્ટની મજબૂતી સાથે ૪૯,૮૪૯.૮૪ના સ્તરે બંધ થયો હતો. જ્યારે એનએસઇના ૫૦ શેર વાળા પ્રમુખ ઈંડેક્સ નિટી ૨૩૨.૪૦ પોઈન્ટના વધારા સાથે ૧૪,૭૬૧.૫૫ના સ્તરે બંધ થયો હતો. આજે બિઝનેસની શરૂઆતમાં જ સેન્સેક્સ ૬૪૭.૭૨ પોઈન્ટની મજબૂતી સાથે ૪૯,૭૪૭.૭૨ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિટી પણ ૨૩૨.૪૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૩.૩૫ પોઈન્ટની મજબૂતી સાથે ૧૪,૭૦૨.૫૦ના સ્તરે ખુલ્યો હતો.

જણાવી દઈએ કે વિદેશી બજારમાંથી મળેલા નિરાશાજનક સંકેતોથી શુક્રવારે ભારતીય શેર બજારમાં મોટા પ્રમાણમાં વેચાણ જોવા મળ્યું હતું. સેંસેક્સ ૧૯૩૯ પોઈન્ટના ઘડાકા સાથે ૪૯,૧૦૦ની આસપાસ પહોંચી ગયો હતો જ્યારે નિટી પણ ૫૬૮ પોઈન્ટથી વધારે તુટીને ૧૪,૫૨૯ના સ્તરે પહોંચી ગયો હતો.

આજે બિઝનેસના અંતમાં દીપક નાઈટ્રેટ, આઈઆરસીટીસી, મદરસનમી, ઈન્ટરેટનમેન્ટ, ગુજરાત ગેસ, ભારત ઈલેક્ટ્રિક, પાવર ગ્રિડ કોર્પોરેશન, બર્જન પેંટ્સ, ગ્રેન્યુએલ ઈન્ડિયા, ગ્રાસિમ, ઓએનજીસી, નવીન લૂરીન, અપોલો ટાયર્સ, યૂપીએલ, નિપ્પોન, શ્રી સીમેંટ્સ, અલ્ટ્રાટેક સીમેંટ, એલ્કેમ લેબ, હીરો મોટો કોર્પ. એશિયન પેંટ્સ. કોટક મિંહદ્રા, ઈંટરગ્લોબ એવિએશન, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ટીવીએસ મોટર, વેદૃાંતા ટાટા પાવર મજબૂતી સાથે બંધ થયા હતા. તો બીજી બાજુ ભારતી એરટેલ, બેંક ઓફ બરોડા, વોડાફોન, આઈડિયા, ઈંડ્સ ટાવર્સ, બંધન બેંક, એસ્કોર્ટ્સ, એલએનજી, મૈક્સ ફાઈનેંશિયલ, ફેડરલ બેંકના શેર નુકસાની સાથે બંધ થયા હતા.

શુક્રવારે અમેરિકાનું બજાર ડાઉ જોન્સ ૧.૫૦ ટકા ઘટાડા સાથે ૪૬૯.૬૪ અંક નીચે ૩૦૯૩૨.૪૦ પર બંધ થયું હતું. જોકે અમેરિકામાં નેસ્ડેક ૦.૫૬ ટકા વધારા સાથે ૭૨.૯૬ અંક ઉપર ૧૩૧૯૨.૩૦ પર બંધ થયું હતું. બીજી તરફ, એસએન્ડપી ૦.૪૭ ટકા વધારા સાથે ૧૮.૧૯ અંક નીચે ૩૮૧૧.૧૫ પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ૦.૪૮ ટકા વધારા સાથે ૧૭.૦૨ અંક ઉપર ૩૫૨૬.૧૦ પર બંધ થયો હતો.