સફળતા: છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખથી વધુ કોરોના દર્દીસ્વસ્થ થયા

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૫ હજારથી વધુ કેસ, દૈનિક કેસમાં ઘટાડો

દેશમાં કુલ કોરોના કેસનો આંકડો ૫૫.૬૨ લાખને પાર, વધુ ૧૦૫૩ દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક ૮૮૯૩૫એ પહોંચ્યો

પાછલા ૨ મહિનામાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસ ભારતમાં વધી રહૃાા છે. ચિંતા નો વિષય એ છે કે કેસની સંખ્યા વધવાની સાથે રોજ ૧૦૦૦ કરતા વધુ લોકોના મોત નોંધાઈ રહૃાા છે. આવામાં ટેસ્ટની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહૃાો છે કે જેથી વાયરસને અન્ય લોકો સુધી ફેલાતો અટકાવી શકાય. ભારતમાં મંગળવારે કોરોના વાયરસના કેસનો આંકડો ૫૫ લાખને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે એક દિૃવસમાં ૧,૦૧,૪૬૮ દર્દીઓ સાજા થઈ ગયા છે, જેની સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૪,૯૭,૮૬૭ થાય છે અને રિકવરી રેટની ટકાવારી ૮૦.૮૬% થાય છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા ૫૫,૬૨,૬૬૩ પર પહોંચી છે, આ સાથે પાછલા ૨૪ કલાકમાં વધુ ૭૫,૦૮૩ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને ૮૮,૯૩૫ થયો છે જેમાં સવારે ૮ વાગ્યા સુધીમાં અપડેટ કરાયેલા આકડા પ્રમાણે ૧,૦૫૩ દર્દીઓએ વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.
ભારતનો કોરોના વાયરસનો ફર્ટિલિટી રેટ ૧.૬૦% થયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૯,૭૫,૮૬૧ પર પહોંચ્યો છે, એટલે દેશના કુલ કેસના ૧૭.૫૪% એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખ પર પહોંચ્યો હતો, જે પછી ૨૩મી ઓગસ્ટના રોજ તે ૩૦ લાખ પર અને આ મહિનાની શરુઆતમાં ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખ થયો હતો, અને ૧૬ સપ્ટેમ્બરના રોજ દેશમાં કુલ કેસનો આંકડો ૫૦ લાખ થયો હતો.
આઇસીએમઆર મુજબ દેશમાં ૨૧ સપ્ટેમ્બર સુધીમાં ૬,૫૩,૨૫,૭૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૯,૩૩,૧૮૫ લોકોના ટેસ્ટ સોમવારે કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાના કેસોએ ૭ ઓગસ્ટના રોજ ૨૦ લાખનો આંકડો પાર કર્યો હતો, જ્યારે ૨૩ ઓગસ્ટના રોજ ૩૦ લાખ, ૫ સપ્ટેમ્બરના રોજ ૪૦ લાખ અને ૧૬ સપ્ટેમ્બરના રોજ આ આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો. જ્યારે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે જણાવ્યું કે, ૨૧ સપ્ટેમ્બર સુધી ૬,૫૩,૨૫,૭૭૯ નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ૯,૩૩,૧૮૫ નમૂનાઓની તપાસ સોમવારના રોજ કરવામાં આવી છે.