સફારી પાર્કમાં બીમાર પડેલ ત્રણ ઝીબ્રાને સારવાર માટે સક્કરબાગ ખસેડાયા

કેવડીયા સફારી પાર્કમાં બીમાર પડેલા ત્રણ ઝીબ્રાને સારવાર અર્થે જુનાગઢના સક્કરબાગ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેવડીયા સફારી પાર્કમાં ઝિબ્રા વિદૃેશથી લાવવામાં આવ્યા છે.
વિદૃેશથી લવાયેલા ઝીબ્રા અચનાક બિમાર પડી જતા તંત્ર સક્રિય થયું છે. નોંધપાત્ર છે કે જુનાગઢના સક્કરબાગ ખાતે લવાયેલા બીમાર ઝિબ્રાના અલગ અલગ રીપોર્ટ હાથ ધરવામાં આવ્યા છે. અને સતત દૃેખરેખમાં રાખવામાં આવ્યા છે.